Tue Oct 06 2026

Logo

મુંબઈની ઈવેન્ટમાં દેખાયો ઈશા અંબાણીનો રોયલ અંદાજ, ફોટો અને વીડિયો થયા વાઈરલ...

2026-02-19 18:37:00
Author: Darshana Visaria
મુંબઈની ઈવેન્ટમાં દેખાયો ઈશા અંબાણીનો રોયલ અંદાજ, ફોટો અને વીડિયો થયા વાઈરલ...

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારની લેડિઝ ગેન્ગ ફેશન, સ્ટાઈલ અને લક્ઝરીના મામલામાં તો બોલીવૂડ એક્ટ્રેસને પાછળ મૂકી દે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર પરિવારની લાડકવાયી ઈશા અંબાણીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ઈશા અંબાણી ઓલ વ્હાઈટ લૂકમાં એકદમ સુંદર પરી જેવી લાગી રહી છે. ફેન્સ ઈશાના આ લૂકના વખાણ કરતાં નથી થાકી રહ્યા. 

ઈશા અંબાણી પોતાની બિઝનેસ સ્કિલની સાથે સાથે ગજબની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. મુંબઈમાં યોજાયેલી Vogue Values Women of Excellence ઈવેન્ટમાં ઈશા અંબાણીએ શાનદાર એન્ટ્રી કરી હતી, જેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચાલો જોઈએ શું છે ખાસ ઈશા અંબાણીના આ લૂકમાં... 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ઈશા અંબાણીના આ લૂકમાં ઈશા એકદમ સફેદ પરી જેવી લાગી રહી છે. આ ખાસ ઈવેન્ટ માટે જે લૂક પસંદ કર્યો હતો, તે તેની રોયલ પર્સનાલિટીને ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું. ઈશાએ ફેમસ ઈન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડ ચેનલનું સફેદ રંગનું સાડી સ્ટાઈલ ગાઉન પહેર્યું હતું. આ આઉટફિટમાં સાડીની પરંપરાગત ગ્રેસ અને ગાઉનની મોડર્ન સ્ટાઈલનો બેસ્ટ મેચ જોવા મળ્યો હતો.

ઈશાના આ લૂકને એલિગન્ટ બનાવવા માટે તેણે કિંમતી હીરાના ઈયરિંગ્સ (Diamond Earrings) પહેર્યા હતા, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. મિનિમલ મેકઅપ અને સોફ્ટ વેવી હેરસ્ટાઈલ સાથે ઈશાએ પોતાનો લૂક અત્યંત ક્લાસી રાખ્યો હતો.

મુંબઈમાં આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રની પ્રભાવશાળી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. ઈશા અંબાણી અહીં એક ગ્લેમરસ અને પાવરફુલ બિઝનેસ વુમન તરીકે ઉભરી આવી હતી. અંબાણી પરિવારની મહિલાઓ ઘણીવાર વૈશ્વિક ફેશન બ્રાન્ડ્સને ભારતીય ટચ સાથે રજૂ કરવા માટે જાણીતી છે અને ઈશાનો આ સાડી ગાઉન લૂક તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

સોશિયલ મીડિયા પર ફેન્સ ઈશાના આ 'એલિગન્ટ' લૂકના વખાણ કરી રહ્યા છે અને ફેશન બ્લોગર્સ તેને આ સીઝનનો બેસ્ટ આઉટફિટ ગણાવી રહ્યા છે. તમે પણ ઈશા અંબાણીનો આ વાઈરલ લૂક ના જોયો હોય તો અત્યારે જ અહીં જોઈ લો...