Sun Apr 19 2026

Logo

‘અમે અંતિમ કરારથી ઘણાં દુર’ યુદ્ધવિરામ સમાપ્ત થવાના આરે, ત્યારે ઈરાને આપી ચેતવણી

Tehran   2026-04-19 10:51:00
Author: Savan Zalariya
Article Image

તેહરાન: યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ થતા દુનિયાભરના દેશોને રાહત મળી છે, બે અઠવાડિયાના યુદ્ધવિરામનો અંત બુધવારે આવવાનો છે. સંઘર્ષનો સંપૂર્ણ અંત લાવવા બંને દેશો વચ્ચે મંત્રણા થઇ રહી છે. ઈરાને જણાવ્યું કે યુએસ સાથે શાંતિ વાટાઘાટોમાં પ્રગતિ થઈ છે, પરંતુ અંતિમ કરારથી ઘજુ ઘણાં દૂર છે.
ઈરાનની સાંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે શનિવારે જણાવ્યું, "હજુ ઘણા ગાબડા છે અને કેટલાક મૂળભૂત મુદ્દાઓ બાકી છે. અંતિમ ચર્ચાથી અમે હજુ પણ ઘણા દૂર છીએ "

મોહમ્મદ બાઘર ગાલિબાફે કહ્યું કે યુદ્ધ દરમિયાન ઈરાન વિજયી રહ્યું હતું, યુએસ સાથે કામચલાઉ યુદ્ધવિરામ દરમિયાન ઈરાનની માંગણીઓ પુરીથી છે. ગાલિબાફે કહ્યું, "તેમણે અમારી માંગણીઓ સ્વીકારી છે, એ માટે  યુદ્ધવિરામ સ્વીકાર્યો હોય." 

ગાલિબાફે કહ્યું કે યુએસને તેના લક્ષ્યો હાંસલ કર્યા નથી, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ઓફ મેરીટાઇમ ટ્રાન્ઝિટ રૂટ પર નિયંત્રણ મેળવી લીધું છે.

નોંધનીય છે, જેમણે ગયા શનિવારે પાકિસ્તાનમાં પ્રથમ રાઉન્ડની વાટાઘાટો દરમિયાન ઈરાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

ગાલિબાફ અને તેમના પ્રતિનિધિમંડળે 11 એપ્રિલના રોજ ઇસ્લામાબાદમાં યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ સાથે બંધ બારણે વાટાઘાટો કર્યા હતાં. આ વાટાઘાટો કોઈ અંતિમ સોદામાં સુધી પહોંચી ન હતી.  
ઈરાનના નાયબ વિદેશ પ્રધાન સઈદ ખાતીબઝાદેહે કહ્યું છે કે યુએસ સાથે આગામી રાઉન્ડની વાટાઘાટો માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે ઈરાન સાથે ખૂબ સારી વાતચીત ચાલી રહી છે, પરંતુ તેમણે ઈરાનના "બ્લેકમેલ" કરવાના પ્રયાસ કરવા સામે ચેતવણી આપી છે.