ન્યૂ યોર્કઃ અમેરિકા અને ઈરાન વચ્ચેના તીવ્ર સંઘર્ષે વિશ્વને યુદ્ધના કગાર પર લાવી દીધું છે. આ યુદ્ધને આજે 30 દિવસ થઈ ગયાં છે, આ દરમિયાન અનેક દેશોને નુકસાન થયું છે. પરંતુ યુદ્ધે ખાસ કરીને અમેરિકાને મોટું નુકસાન કરાવ્યું છે. અમેરિકાને અબજો ડોલરના સૈન્ય અને આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો છે. ઈરાનના ડ્રોન અને મિસાઈલ હુમલાઓએ અમેરિકી વાયુ રક્ષા વ્યવસ્થાને મુશ્કેલીમાં મૂકી દીધી છે.
વિગતે વાત કરવામાં આવે તો, આ યુદ્ધના કારણે અમેરિકાને અત્યાર સુધીમાં $1.4 બિલિયનથી લઈને $2.9 અબજ જેટલું નુકસાન થયું છે. યુનાઇટેડ સ્ટેટ્સને થયેલું મોટા ભાગનું નુકસાન ઇરાની બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન હુમલાઓને કારણે થયું છે. ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધે યુ. એસ. લશ્કરી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જેણે યુદ્ધની શરૂઆત કરી તેને હવે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
અમેરિકા થયેલું આર્થિક નુકસાન
આ મહિનાની શરૂઆતમાં કુવૈતી F/A-૧૮ વિમાનએ ત્રણ F-15E સ્ટ્રાઈક ઈગલ વિમાનોને આકસ્મિક રીતે તોડી પાડ્યાં હતાં. જેમાં વિમાન તો તબાહ થઈ ગયા, જો કે, તમામ છ ક્રૂ સભ્યો સુરક્ષિત બચી ગયા. આના કારણે અમેરિકાને મોટું નુકસાન થયું છે. કારણે ફક્ત એક F-15E સ્ટ્રાઈક ઈગલ યુએસ વિમાનની કિંમત આશરે 10 મિલિયન ડોલર છે.
ડિફેન્સ સિસ્ટમ ઈરાન કરે છે તબાહ
આમ તો અમેરિકા પાસે વિશ્વના સૌથી ઘાતક અને આધુનિક વિમાનો છે. જેમાંથી F-35A લાઈટનિંગ II વિમાનને આ યુદ્ધ દરમિયાન ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આની કિંમત પણ 82.5 મિલિયન ડોલર છે.
એટલે હવે સમજી શકાય છે કે, આ યુદ્ધ અમેરિકાને કેટલું આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે. ઈરાન સતત અમેરિકાની ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવી રહ્યું છે. જોર્ડનમાં એક AN/TPY-2 રડારને ઈરાને નિશાન બનાવ્યું હતું. જેની કિંમત આશરે 300 મિલિનય ડોલર હોવાનું જાણવા મળ્યું છે.
કતરમાં AN/FPS-132 રડાર પર હુમલો
આ સાથે કતરમાં પણ ઈરાને હુમલો કર્યો હતો. અહીં અલ-ઉદીદ એર બેઝ પર AN/FPS-132 રડાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આની કિંમત પણ 1 બિલિયન ડોલર હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે.
આ રડાર સિસ્ટમ અત્યાધુનિક અને ખૂબ જ કિંમત હતી. ઈરાન માત્ર અમેરિકન એર બેઝ પર જ નહીં પરંતુ દરિયાઈ ક્ષેત્રમાં પણ અમેરિકાને નિશાન બનાવી રહ્યું છે. 12 માર્ચે યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડમાં આગ લાગી હતી, જેના કારણે જહાજના ઘણા ભાગોને નુકસાન થયું હતું.