Sun Sep 06 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થતા ટેન્કર પાસેથી ઈરાન 'ક્રિપ્ટોકરન્સી'માં ટોલ વસુલશે! એક બેરલ દીઠ આટલા ડોલર

Tehran   2026-04-09 14:22:00
Author: Savan Zalariya
હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થતા ટેન્કર પાસેથી ઈરાન 'ક્રિપ્ટોકરન્સી'માં ટોલ વસુલશે! એક બેરલ દીઠ આટલા ડોલર

તેહરાન: યુએસ અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે, આ દરમિયાન સંઘર્ષનો અંત લાવવા બંને પક્ષો વચ્ચે વાટાઘાટો યોજાશે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલવા ઈરાન પર દબાણ બનાવી રહ્યા છે, જ્યારે ઈરાન આ જળમાર્ગ પર પોતાની પકડ જાળવી રાખવાનું વલણ ધરાવે છે, અહેવાલ મુજબ ઓઈલ ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા દેવા માટે ઈરાન શિપિંગ કંપનીઓ પાસેથી ક્રિપ્ટોકરન્સીમાં ટોલ વસુલશે.

ઈરાનના ઓઈલ, ગેસ અને પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ નિકાસકારોના એક એસોસીએશનના જણાવ્યા અનુસાર, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ઓઈલ ટેન્કર પાસેથી ટોલ વસૂલવાની યોજના બનાવી રહ્યું છે, સ્ટ્રેટમાંથી પસાર થતાં દરેક જહાજનું મૂલ્યાંકન કરવામાં આવશે. 

એક બેરલ દીઠ આટલા ડોલર:
એસોસીએશનના પ્રવકતાના કહ્યું કે સ્ટ્રેટમાંથી પસાર થતા કોઈપણ ટેન્કરે ઈરાનના અધિકારીઓને તેના કાર્ગો વિશે ઇમેઇલ કરવો પડશે, જેના પછી જહાજને ડિજિટલ ચલણ આપવામાં આવશે જેમાં ચૂકવવા પાત્ર  ફીની જાણકારી આપવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે ઓઈલના બેરલ દીઠ $1 ટોલ લેવામાં આવશે, જ્યારે ખાલી જહાજો મફતમાં પસાર થઈ શકે છે.

એસોસીએશનના પ્રવકતાના એ કહ્યું, "બે અઠવાડિયા દરમિયાન સ્ટ્રેટમાંથી શસ્ત્રોનું પરિવહન ન થાય એ  સુનિશ્ચિત કરવા માટે દરેક જાહાજનું નિરીક્ષણ કરશે, દરેક જહાજ સ્ટ્રેટમાંથી પસાર થઈ શકે છે, પરંતુ દરેકનું નિરીક્ષણ કરવામાં ઘણો સમય લાગશે.” 

યુએસ સાથે બે અઠવાડિયાના યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે, બુધવારે ઈરાને અસ્થાયી રૂપે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા સંમતી દર્શાવી હતી. અહેવાલ મુજબ લેબનોનમાં ઝરાયલી હુમલાઓને કારને ઇરાને ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધી છે.