તહેરાન : ઈરાને અમેરિકાને આંચકો આપ્યો છે.જેમાં ઈરાને હવે તુર્કીયેના ઇન્સિર્લિક એરબેઝ પર મિસાઈલ છોડી છે. જે અમેરિકાના ન્યૂક્લિયર બેઝ નજીક સ્થિત છે. આ હુમલા બાદ આ વિસ્તારમાં તણાવ વધ્યો છે. આ હુમલાની તુર્કીયેના સંરક્ષણ મંત્રાલયે કરી છે. આ ઉપરાંત આઈઆરજીસીએ દાવો કર્યો છે કે તેમણે ઓમાનના સમુદ્રમાં યુએસએસ અબ્રાહમ લિંકન પર મિસાઇલથી હુમલો કર્યો હતો. આ હુમલા બાદ અબ્રાહમ લિંકન પાછું હટી ગયું. જોકે, અમેરિકાએ હુમલો થયો હોવાનો ઇનકાર કર્યો છે.
યુએસે લુકાસ ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કર્યો
આ અંગે મળતી માહિતી મુજબ મિસાઇલ તુર્કીયેના ઇન્સિર્લિક એરબેઝ તરફ જઈ રહી હતી. આ બેઝ જ્યાં અમેરિકા તેના વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો સંગ્રહ કરે છે. તેમજ પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં નાટો હવાઈ સંરક્ષણ દળોએ મિસાઇલને અટકાવી દીધી. અહેવાલો મુજબ ઈરાન સમર્થિત પીએમએફના બેઝ પર હુમલા કરવામાં આવ્યા છે. ઇરાકમા યુએસે લુકાસ ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો.
ત્રણ નાટો સ્થાનોને નિશાન બનાવ્યા
આ દરમિયાન ઈરાને તેના પરના હુમલાના જવાબમાં એક સાથે ત્રણ નાટો સ્થાનોને નિશાન બનાવ્યા છે. દુબઈ પર પણ મોટો હુમલો કર્યો છે. ઈરાનના હુમલાઓને ધ્યાનમાં રાખીને અમેરિકાએ સંરક્ષણ સંપત્તિઓ યુરોપથી મધ્ય પૂર્વમાં તૈનાત કરવામાં આવી છે. તેના જવાબી હુમલામાં ભૂમધ્ય સમુદ્ર ઉપર એક ઈરાની બેલિસ્ટિક મિસાઈલ ઉડાવી દેવામાં આવી છે.
અમેરિકાએ ઈરાન સામે વિનાશક હુમલો શરૂ કર્યો
અમેરિકાએ ઈરાન સામે વિનાશક હુમલો શરૂ કર્યો છે. તહેરાનના વરામિન જિલ્લામાં એક ભીષણ હુમલો થયો હતો. જેમાં પૂર્વીય તેહરાન કમાન્ડના મુખ્ય મથકને નિશાન બનાવવામાં આવ્યું હતું. હવે નાટો વિનાશક સંઘર્ષ માટે તૈયારી કરી રહ્યું છે. જર્મનીએ ઘાયલ સૈનિકો માટે મોટા પાયે સ્થળાંતર કવાયતોનો સમાવેશ કરતી એક મોટી લશ્કરી કવાયત શરૂ કરી છે. લિથુઆનિયાથી જર્મની સુધી ફેલાયેલી તબીબી સ્થળાંતર કવાયત હાલમાં ચાલી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી આ તેના પ્રકારની સૌથી મોટી તબીબી કવાયત છે.