Tue Mar 10 2026

Logo

ઈરાનનો આર્મી ચીફ હણાયો? 14 વર્ષે જ પકડી હતી બંદૂક...

tehran   1 week ago
Author: Mayur Patel
Article Image

તેહરાનઃ ઈઝરાયલ-અમેરિકાએ મળીને ઈરાન પર કરેલા હુમલામાં ઈરાનના સેના પ્રમુખ આમીર હાતમીનું મોત થયું હોવાના અહેવાલ આવ્યા હતા. જેના પર  હાતમીની ઓફિસે રોઈટર્સ સાથે એક નિવેદન શેર કર્યું હતું. તેમાં લખ્યું હતું કે, ઈરાનના આર્મી ચીફ મેજર જનરલ અમીર હતામી સુરક્ષિત છે અને સશસ્ત્ર દળોનું સંચાલન કરી રહ્યા છે.

હાતમીનો જન્મ 1966માં તેહરાનમાં થયો હતો. તેઓ 14 વર્ષની વયે બસીજમાં જોડાયા હતા અને 1984માં ઈરાની સેનાના ગ્રાઉન્ડ ફોર્સમાં પોતાની સેવા શરૂ કરી હતી. જૂન 2025માં અલી ખામેનેઈ દ્વારા તેમને ઈરાની સેનાના કમાન્ડર-ઈન-ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ પહેલા તેમણે ઈરાન-ઈરાક યુદ્ધમાં ભાગ લીધો હતો. જનરલ મોહમ્મદ બાઘેરીની હત્યા બાદ તેમણે મેજર જનરલ અબ્દુલરહીમ મુસાવીનું સ્થાન લીધું હતું.  ખામેનેઈએ હાતમીની ક્ષમતા અને અનુભવની પ્રશંસા કરીને સેનામાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની જવાબદારી સોંપી હતી. તેઓ ખામેનેઈના સૈન્ય સલાહકાર પણ રહ્યા છે.

મેજર જનરલ હાતમીએ 2017થી 2021 સુધી રાષ્ટ્રપતિ હસન રુહાનીની શાસનમાં ઈરાનના રક્ષા પ્રધાનની જવાબદારી સંભાળી હતી. છેલ્લા બે દાયકામાં ઈરાનની સેનામાં કોઈને રક્ષા પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી હોય તેવો પ્રથમ મોકો હતો. સામાન્ય રીતે આ પદ પર રિવોલ્યૂશનરી ગાર્ડ્સના અધિકારીઓનો દબદબો રહે છે.

ઈરાનને આપ્યો મિસાઈલ, ડ્રોન પાવર

રક્ષા પ્રધાન તરીકે હાતમીએ ઈરાનને મિસાઈલ અને ડ્રોન પ્રોગ્રામને નવી ઊંચાઈએ લઈ ગયા હતા. ખુર્હમશહર અને ફતેહ જેવી એડવાન્સ બેલેસ્ટિક મિસાઈલ તેમણે પોતાની દેખરેકમાં તૈયાર કરાવી હતી. તેમણે વિપક્ષ સામે ચલાવવામાં આવેલા ઓપરેશન મરસાદમાં મહત્વની ભૂમિકા નીભાવી હતી. તેણે સેનામાં એક નિડર યોદ્ધા તરીકેની ઈમેજ બનાવી હતી.

હાતમી હંમેશા ઈરાનની મિસાઈલ સેન્ટ્રિક ડિફેન્સ પોલિસીના કટ્ટર સમર્થક માને છે. તેઓ માને છે કે ઈરાનની અખંડતા અને રાષ્ટ્રને બચાવવા માટે મિસાઈલ શક્તિને મજબૂત કરવી જરૂરી છે. જો યુદ્ધ દરમિયાન મોતની ખબર સાચી સાબિત થશે તો ઈરાન માટે મોટા ઝટકા સમાન હશે.