તુર્કીયે: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે ઇરાને તુર્કીમાં આવેલા NATOના મહત્વના સૈન્ય બેઝ પર મિસાઇલ હુમલો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ચિંતાની વાત એ છે કે, નાટોના આ બેઝ પર મોટી સંખ્યામાં પરમાણુ બોમ્બ હોવાની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા સર્જી છે. આ હુમલો વૈશ્વિક શાંતિને જોખમમાં મુકી શકે તેવી સ્થિતિ અત્યારે નિર્માણ પામી છે.
નાટોના ઇન્જિર્લિક બેઝ પર મિસાઈલ હુમલો
યુદ્ધમાં ઈરાન હવે ભાન ભૂલીને હુમલાઓ કરી રહ્યું છે. ખામેનેઈના મોતનો બદલો લેવા માટે અત્યારે ઈરાન અનેક દેશો પર હુમલો કરી રહ્યું છે. અત્યારે ઈરાને તુર્કીયેમાં આવેલા નાટોના ઇન્જિર્લિક બેઝ પર મિસાઈલ હુમલો કર્યો છે. જેથી હવે આ યુદ્ધમાં નાટો પણ સામેલ થશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. હુમલામાં ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે, જેનાથી બેઝમાં નુકસાન થયું છે અને કેટલાક સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે.
ઇરાને તુર્કીમાં આવેલા NATOના મહત્વના સૈન્ય બેઝ પર મિસાઇલ હુમલો#Irán #Israël #Nato #attack #War pic.twitter.com/c7Zf6sl4K4
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) March 13, 2026
ઇન્જિર્લિક બેઝ પર મોડી રાત્રે સાયરન વાગ્યા
મહત્વની વાત એ કે, તુર્કીયેમાં ઇન્જિર્લિક બેઝ પર સાયરન શરૂ કરી દેવામાં આવ્યાં છે. આ બેઝ તુર્કીયેના દક્ષિણ ભાગમાં આવેલો છે. જો કે, આ હુમલા અંગે હજી તુર્કીયે દ્વારા સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ આ બેઝ પર રાત્રે 3.25 વાગ્યાની આસપાસ સાયરન વાગ્યું હતું. જે સતત પાંચ મિનિટ સુધી વાગ્યું હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ આ બેઝ પર રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.