Sat Sep 05 2026

Logo

ખામેનેઈની અંતિમ સંસ્કાર પહેલા તહેરાનમાં 3000 કબરો તૈયાર કરાઈ? ઈરાનને કઈ વાતનો છે ડર?

Tehran   2026-07-05 08:58:00
Author: Vimal Prajapati
ખામેનેઈની અંતિમ સંસ્કાર પહેલા તહેરાનમાં 3000 કબરો તૈયાર કરાઈ? ઈરાનને કઈ વાતનો છે ડર?

તહેરાનઃ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાના કારણે ઈરાનના સુપ્રીમ લીડરનું મોત થયું હતું. અત્યારે તહેરાનમાં આયાતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ખામેનેઈના અંતમ સંસ્કારની વિધિ એક અઠવાડિયા સુધી ચાલવાની છે. ખામેનેઈને પહેલા તહેરાનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે તે પછી ઈરાન અને ઈરાકના શહેરોમાં અંતિમ સંસ્કાર યાત્રા નીકળવામાં આવશે. મોટી વાત એ છે કે, આ અંતિમ સંસ્કાર દરમિયાન 1.5થી 5 કરોડ લોકો સામેલ થઈ શકે છે. પરંતુ આ દરમિયાન ઈરાન કોઈ આશંકાને લઈને તૈયારી કરી રહ્યું છે. 

કબ્રસ્તાનમાં 3000 નવી કબર તૈયાર કરવામાં આવી

વિદેશી મીડિયા રિપોર્ટ્સ્ પ્રમાણે આ અંતિમ સંસ્કાર કાર્યક્રમ દરમિયાન તહેરાનના બહિશ્ત-એ-ઝહરા કબ્રસ્તાનમાં 3000 નવી કબર તૈયાર કરવામાં આવી છે. પરંતુ પ્રશ્ન છે કે, આ ત્ર હજાર જેટલી કબર શા માટે તૈયાર કરવામાં આવી છે? જર્મન મીડિયા એજન્સીના રિપોર્ટ્સ પ્રમાણે તહેરાનના નગરપાલિકાએ જણાવ્યું છે કે, આ કબર હકીકતમાં તૈયાર કરવામાં આવી છે. સુચના એવી છે કે, આ કાર્યક્રમ દરમિયાન 1500થી 3000 લોકોના મોત થઈ શકે છે. 

2 કરોડ લોકોને કેવી રીતે કંટ્રોલ કરશે તહેરાન?

આ અંતિમ યાત્રામાં 2 કરોડ આસપાસ લોકો આવવાના છે. આટલી મોટી ભીડ અને સાથે ભીષણ ગરમી પણ પડી રહી છે, તો તેમાં સામાન્ય લોકોની હાલત કેવી થશે? ઈરાની રેડ ક્રિસેન્ટ અને નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશનના એક ખાનગી પત્રમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. તેને લઈને અત્યારે તહેરાનમાં આ તૈયારી કરવામાં આવી રહી છે. 2 કરોડ લોકોની ભીડને કંટ્રોલ કરવામાં કોઈ ચૂક આવી તો મોટી સંખ્યામાં લોકોના મોત થઈ શકે તેમ હોવાના અનુમાન સાથે ત્રણ હજાર કબર તૈયાર કરવામાં આવી છે. 

9 જુલાઈ સુધી ચાલશે અંતિમ સંસ્કાર વિધિ

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં મોત થયું હતું. ખામેનેઈ સાથે સાથે તેમના પરિવારના અનેક સભ્યો અને મોટા અધિકારીઓનું પણ મોત થયું હતું. ઈરાનમાં અત્યારે ખામેનેઈના અંતિમ સંસ્કાર માટે તૈયારા કરવામાં આવી છે. ત્રણ જુલાઈએ આ કાર્યક્રમ શરૂ થયો છે કે, જે આગામી 9 જુલાઈ સુધી ચાલશે. ખામેનેઈને 9 જુલાઈએ તેમને જ ગૃહ નગર મશહદમાં દફન કરવામાં આવશે.