Wed Sep 23 2026

Logo

આઇપીએલના ઑક્શન વિશે અપડેટ આવી ગયું...મહિનો અને સ્થળ નક્કી થઈ ગયા

2026-09-23 18:58:24
Author: Ajay Motiwala
આઇપીએલના ઑક્શન વિશે અપડેટ આવી ગયું...મહિનો અને સ્થળ નક્કી થઈ ગયા

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નું પ્લેયર્સ-ઑક્શન છેલ્લાં ત્રણ વર્ષથી ભારતની બહાર યોજાતું હતું, પણ આ વખતે ભારતમાં જ યોજાશે એવી થોડા દિવસ પહેલાં બીસીસીઆઇ તરફથી જાહેર કરવામાં આવ્યા પછી એક અહેવાલ મુજબ મહિનો અને સ્થળ નક્કી થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

બીસીસીઆઇના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ કહ્યું છે કે 2027ની આઇપીએલ (IPL) માટેનું પ્લેયર્સ-ઑક્શન (Auction) ડિસેમ્બર મહિનામાં ગોવામાં યોજાશે. છેલ્લાં ત્રણ વર્ષ માટેની હરાજી સઉદી અરેબિયા, દુબઈ અને અબુ ધાબીમાં યોજાઈ હતી.

સૈકિયાએ આઇપીએલના ઑક્શન ઉપરાંત એવી જાહેરાત પણ કરી કે `ધરમશાલામાં સતત વરસાદ પડી રહ્યો હોવાથી ઇન્ડિયા-એ અને ઑસ્ટ્રેલિયા-એ વચ્ચેની ટી-20 મૅચો મોહાલીમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

દરમ્યાન, ભારત અને જાપાન વચ્ચે મંગળવારે રમાઈ ગયેલી એકમાત્ર ટી-20 મૅચ બાબતમાં જાપાનમાં જે ઉત્સાહ જોવા મળ્યો એને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇએ જાપાનમાં ક્રિકેટને વધુ લોકપ્રિય બનાવવામાં મદદરૂપ થવાની તૈયારી બતાવી છે.