Tue Jul 28 2026

Logo

IPL 2026: આઈપીએલ પોઈન્ટ ટેબલમાં કોણ છે ટોપ પર, ગુજરાત સહિત ત્રણ ટીમના હજુ સુધી નથી ખૂલ્યા ખાતા

2026-04-06 09:12:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ  આઈપીએલ 2026 પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર થયો છે. તમામ 10 ટીમો બે-બે મેચ રમી ચુકી છે. આ ટુર્નામેન્ટમાં ત્રણ ટીમો હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી. કેટલીક ટીમો તેની બંને મેચ જીતી છે. 

પોઈન્ટ ટેબલમાં ટોપની 4 ટીમ

આઈપીએલ પોઈન્ટ ટેબલમાં આરસીબી નંબર વન છે. ટીમ તેની પ્રથમ બંને મેચ જીત્યું છે અને  2.501 નેટ રન રેટ અને 4 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. રાજસ્થાન રોયલ્સ પણ 4 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે પરંતુ  2.233 નેટ રન રેટ છે. ત્રીજા ક્રમે રહેલી દિલ્હી કેપિટલ્સ પણ બંને મેચ જીતી ચુક્યું છે અને 1.170 નેટ રન રેટ સાથે ત્રીજા ક્રમે છે. પંજાબ કિંગ્સ પણ તેની પ્રથમ બે મેચ જીત્યું છે પરંતુ 0.637 નેટ રન રેટ સાથે ચોથા ક્રમે છે.

મુંબઈ ઈન્ડિયન્સ છઠ્ઠા ક્રમે

પાંચમા ક્રમે રહેલી સનરાઈઝર્સ 3 મેચમાં 1 જીત અને 2 હાર સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમાં ક્રમે છે. તેનો નેટ રનરેટ 0.275 છે.  મુંબઈ ઈન્ડિયન્સ 2 મેચમાં 1 જીત અને 1 હાર સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે અને નેટ રન રેટ -0.206 છે. લખનઉ સુપર જાયન્ટ્સ પણ 2 મેચમાં 1 જીત અને 1 હાર સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે. તેનો નેટ રન રેટ -.0.542 છે.

આ ટીમના ખાતા ખુલ્યા નથી

ગુજરાત ટાઈટન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સનું આઈપીએલમાં હજુ ખાતું ખૂલ્યું નથી. આ ત્રણેય ટીમો પ્રથમ મેચ ગુમાવી ચુક્યા છે. તેમનો નેટ રન રેટ અનુક્રમે  -0.424, -1.964,  -2.517 છે અને પોઈન્ટ ટેબલમાં આઠમા, નવમા અને દસમા ક્રમે છે.