Sat Jun 20 2026

Logo

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં SRHને ડબલ ઝટકો; કેપ્ટન પેટ કમિન્સને ફટકારવામાં આવ્યો લાખોનો દંડ

2026-05-13 13:24:00
Author: Savan Zalariya
Article Image

અમદાવાદ: ગઈ કાલે અમદાવાદના શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH)ની 82 રનથી કારમી હાર થઇ. આ સાથે પોઈન્ટ ટેબલમાં SRHની મોટો ઝટકો લાગ્યો છે, આ ઉપરાંત SRHન કેપ્ટન પેટ કમિન્સે સ્લો ઓવર રેટ જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો આવ્યો છે. BCCIએ કમિન્સને રૂ.12 લાખનો દંડ ફટકાર્યો છે.

નોંધનીય છે કે ઈજાને કારને કમિન્સ સિઝનની શરૂઆતથી SRH સાથે જોડાઈ શક્યો ના હતો. તે સિઝનની  મધ્યથી ટીમ સાથે જોડાયો અને ટીમનું નેતૃત્વ પોતાના હાથમાં લીધું. ગઈ કાલે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં તેને બેવડો ફટકો પડ્યો, ટીમની કારમી હાર બાદ તેને સ્લો ઓવર-રેટ પેનલ્ટી ફટકારવામાં આવી’. 

IPLએ શું કહ્યું?
IPLએ એક સત્તાવાર નિવેદનનમાં જણાવ્યું, “અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટાટા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની મેચ નંબર 56  દરમિયાન ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન ધીમી  ઓવર રેટ જાળવવા બદલ સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH)ના કેપ્ટન પેટ કમિન્સ પર દંડ ફટકારવામાં આવ્યો છે. મિનીમમ ઓવર-રેટ ઓફેન્સ સાથે સંબંધિત IPL ની આચારસંહિતાના કલમ 2.22 હેઠળ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.”

આ કેપ્ટન્સ પર લાગી ચુક્યો છે દંડ:
નોંધનીય છે કે IPLની આ સિઝનમાં લીગમાં સ્લો ઓવર-રેટ પેનલ્ટી સામાન્ય બની ગઈ છે, એક બાદ એક ઘણી ટીમોના કેપ્ટનોએ સ્લો ઓવર રેટના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. અગાઉ દિલ્હી કેપિટલ્સ(DC)ના કેપ્ટન અક્ષર પટેલ, પંજાબ કિંગ(PBKS)ના કેપ્ટન  શ્રેયસ ઐયર અને કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR)ના કેપ્ટન અજિંક્ય રહાણેને દંડ ફટકારવામાં આવ્યો છે.