Sun Sep 06 2026

Logo

ક્રાઉડને કારણે મને અમદાવાદમાં રમવું ખૂબ ગમે છેઃ રજત પાટીદાર

2026-05-31 19:40:00
Author: Ajay Motiwala
ક્રાઉડને કારણે મને અમદાવાદમાં રમવું ખૂબ ગમે છેઃ રજત પાટીદાર

PTI


અમદાવાદઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)ની ટીમ 2025ની આઇપીએલની પંજાબ કિંગ્સ સામેની ફાઇનલ અમદાવાદમાં રમી હતી અને ત્યારે આરસીબીએ પહેલી જ વખત આ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી લીધું ત્યારે રજત પાટીદાર કૅપ્ટન હતો અને આજે ગુજરાત ટાઇટન્સ (GT) સામેની ફાઇનલમાં પણ પાટીદાર નેતૃત્વ સંભાળી રહ્યો છે અને તેણે ટૉસ (TOSS) વખતે કહ્યું, `મને અહીં અમદાવાદ સ્ટેડિયમનું ક્રાઉડ ખૂબ પસંદ છે અને એને કારણે જ મને આ મેદાન પર રમવું વધુ ગમે છે.'

ડિફેન્ડિંગ ચૅમ્પિયન આરસીબીએ જીટીને પ્રથમ બૅટિંગ આપી છે. પાટીદારે ટૉસ વખતે એવું પણ કહ્યું, `અમે ગુજરાતને વહેલા ઑલઆઉટ કરી દેવા કોઈ કસર બાકી નહીં રાખીએ. અમને ગયા વર્ષની ફાઇનલની ઘણી પળો બરાબર યાદ છે. જોકે આ 2026નું વર્ષ છે અને અમે વર્તમાનને જ ધ્યાનમાં રાખીને અમારી સર્વશ્રેષ્ઠ ક્ષમતાથી રમીશું.'

ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલે કહ્યું, `અમે ટૉસ જીત્યા હોત તો પહેલાં બૅટિંગ જ લીધી હોત. અમે તોતિંગ સ્કોર કરીને બેંગ્લૂરૂની ટીમને પ્રેશરમાં લાવીશું. અમદાવાદનું આ સ્ટેડિયમ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમોમાંથી એક છે અને અહીં રમવામાં હું હંમેશાં ગૌરવ અનુભવું છું.'

બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન

ગુજરાતઃ ગિલ (કૅપ્ટન), બટલર (વિકેટકીપર), સુદર્શન, હોલ્ડર, વૉશિંગ્ટન સુંદર, તેવાટિયા, રાશીદ ખાન, નિશાંત સિંધુ, રબાડા, અર્શદ ખાન અને સિરાજ. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ ક્રિષ્ના, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, સાઇ કિશોર.

બેંગ્લૂરુઃ પાટીદાર (કૅપ્ટન), જિતેશ (વિકેટકીપર), વિરાટ, પડિક્કલ, કૃણાલ પંડ્યા, ટિમ ડેવિડ, શેફર્ડ, ભુવનેશ્વર, હૅઝલવૂડ, જેકબ ડફી અને રસિખ સલામ. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ વેન્કટેશ ઐયર, કનિષ્ક ચૌહાણ, સ્વપ્નિલ સિંહ, અભિનંદન સિંહ, જોર્ડન કૉક્સ.