Tue Oct 06 2026

Logo

ભારતીય નૌકાદળમાં જોડાયું INS મહેન્દ્રગીરી, યુદ્ધ જહાજનું નામ કેવી રીતે નક્કી થયું?

2026-07-11 16:29:04
Author: Mumbai Samachar Team
ભારતીય નૌકાદળમાં જોડાયું INS મહેન્દ્રગીરી, યુદ્ધ જહાજનું નામ કેવી રીતે નક્કી થયું?

વિશાખાપટ્ટનમઃ ભારતીય નૌસેનાની શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. વિશાખાપટ્ટનમમાં તૈયાર થયલું  સ્વદેશી સ્ટિલ્થ ટેક્નોલોજીથી સજ્જ INS મહેન્દ્રગીરી ભારતીય નૌસેનામાં સામેલ થઈ ગયું છે. 75થી વધારે સ્વદેશી ટેક્નોલોજીથી સજ્જ જહાજ યુદ્ધના સમયમાં સૌથી વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાંથી આ જહાજને ભારતીય નૌસેનામાં સામેલ કરાવ્યું છે. 

ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

એર અટેક, સમુદ્રી હુમલા અને સબમરીનથી થનારા હુમલાને ધ્યાને લઈને સવિશેષ ટેક્નોલોજી અપનાવવામાં આવી છે. આ જહાજ ભારતીય નૌસેનામાં સામેલ થતા હિંદ મહાસાગરમાં ભારતીય સૈન્યની શક્તિમાં વધારો થશે. આ જહાજ માટે વિશાખાપટ્ટનમના નૌસૈનિક ડોકયાર્ડમાં આયોજિત સમારોહમાં કેન્દ્રી રક્ષા મંત્રી રાજનાથ સિંહે ખાસ હાજરી આપીને આ યુદ્ધ વિમાનને નૌસેનાની શક્તિમાં જોડ્યું છે. આ પ્રસંગે રક્ષા મંત્રીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. INS મહેન્દ્રગીરી પ્રોજેક્ટ 17A નીલગીરી શ્રેણીનું છઠ્ઠુ ફ્રિગેટ છે. વોરશીપ ડીઝાઈન બ્યૂરો જે ભારતીય નૌસેનાનો વિભાગ છે તેને આ જહાજની ડીઝાઈન તૈયાર કરી છે. 

મુંબઈમાં તૈયાર કરવામાં આવ્યા પાર્ટ્સ

આનું નિર્માણ મુંબઈના મઝગાંવ ડૉક શિપયાર્ડમાં થયું છે. પ્રોજેક્ટ 17-A અંતર્ગત MDL દ્વારા બનાવાવમાં આવેલું આ ચોથું યુદ્ધ જહાજ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આ પ્રસંગે કહ્યું હતું કે, મહેન્દ્રગીરીનું નિર્માણ સ્વદેશમાં થયું અને નૌસેનામાં તે સામેલ થયું છે. આ ભારતીય નૌસેના માટે એક ગર્વની ક્ષણ છે. આધુનિક યુદ્ઘ જહાંજ સંપૂર્ણ રીતે સ્વેદશી ડીઝાઈન તથા નિર્મિત છે.

આ આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ છે. આત્મનિર્ભર ભારતનો સંકલ્પ અને દેશના રક્ષા ઉદ્યોગ, સુક્ષ્મ અને લધુ ઉદ્યોગની ક્ષમતા વધી છે. INS મહેન્દ્રગીરી ભારતના સમુદ્રીહિતની સુરક્ષા કરવા માટે અને હિંદ-પેસિફિક જહાજમાં દેશની તૈયારીઓની વધુ મજબૂત કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે. અચાનર જાહેર થનારા યુદ્ધ સામે પણ તે પહોંચી વળવા તૈયાર છે. 

કેવી રીતે પડ્યું નામ?

પૂર્વીય રાજ્યમાં પથરાયેલી મહેન્દ્રગીરી પર્વતમાળાની વિશાળ શૃંખલા પરથી આનું નામ મહેન્દ્રગીરી રાખવામાં આવ્યું છે. શક્તિ, દ્રઢતા અને અતૂટ સંકલ્પનું પ્રતીક આ જહાજ છે. મહેન્દ્રગીરી નામ ધારણ કરનાર ભારતીય નૌસેનાનું આ પહેલુ જહાજ છે. જે યુદ્ધ જેવી સ્થિતિ સામે લડવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

આ જહાજ ભારતીય નૌસેનામાં જોડાતા ભારતની સમુદ્રી વિરાસતમાં એક મોટો અધ્યાય જોડાઈ ગયો છે. સ્વદેશી જહાજ નિર્માણની ગતિમાં આ જહાજથી સૌથી મોટો વેગ મળી રહ્યો છે. આ જહાજ તૈયાર કરવામાં ભારતીય MSME કંપનીઓનું મોટું યોગદાન છે. આનાથી સુરક્ષા વ્યવસ્થાના ઢાંચામાં એક મોટી મજબૂતી આવશે.