Wed Jun 10 2026

Logo

ઈન્ડિગોને મળ્યા નવા 'કેપ્ટન', રાહુલ ભાટિયા બાદ CEO તરીકે વિલિયમ વોલ્શની નિયુક્તિ

2026-03-31 19:29:22
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગોને નવા CEO મળી ચૂક્યા છે. વિલિયમ વોલ્શને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરીને કંપનીએ મોટી જાહેરાત કરી છે. વિલી તરીકે જાણીતા આ CEO પર હવે કંપનીની મોટી જવાબદારીઓ છે. આગામી સમયમાં તેઓ કોઈ પોલીસી બનાવશે તો આંતરરાષ્ટ્રીય સ્તર પર એક્સપાન્સન અને ભવિષ્યમાં વિકાસની યોજના માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. 

એક દાયકાનો બહોળો અનુભવ
હાલમાં વિલિયમ વોલ્શ ઈન્ટરનેશનલ એર ટ્રાંસપોર્ટ એસો.ના ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત છે. એમનો કાર્યકાળ તા.31 જુલાઈ 2026ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. આ પછી 3 ઓગસ્ટ 2026ના રોજ તેઓ ઈન્ડિગોમાં પોતાની જવાબદારી સંભાળી શકે છે. હાલમાં એમની નિયુક્તિ રેગ્યુલેટરી એપ્રુવલને આધીન છે.વોલ્શને એવિએશન ક્ષેત્રનો દાયકાનો અનુભવ છે. આ પહેલા તેઓ Aer Lingus, બ્રિટિશ એરવેઈઝ અને ઈન્ટરનેશનલ એરલાઈન્સ ગ્રૂપમાં CEO  તરીકે રહી ચૂક્યા છે. તેમણે પોતાની જવાબદારીએ ઈબેરિયા, વુલિંગ અને લેવલ જેવી મોટી એરલાઈન્સને ઓનએર કરી છે. ઈન્ડિગોમાં એમની જવાબદારી પોલીસી ડીઝાઈનની, ઑપરેશન કંટ્રોલિંગ, નેટવર્કિંગ, બિઝનેસ એક્સપાન્સન, ગ્રાહકોના અનુભવને વધારે બહેતરીન કરવા તથા ઈન્ડિગોને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત કરવાની છે. 

500 વિમાનનો ઓર્ડર આપ્યો હતો
ઈન્ડિગોમાં નેતૃત્વ પરિવર્તન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે કંપની ઝડપથી પોતાના એક્સપાન્સન પર વિચાર કરી રહી છે. કંપની ગત વર્ષે પડેલી ખોટમાંથી બેઠી રહી છે.એ સમયથી કંપનીની શાખ દાવ પર લાગી હતી. વર્ષ 2025ના અંતિમ દિવસોમાં પાયલટ અને અન્ય કારણોસર ઈન્ડિગોએ અનેક એવી ફ્લાઈટ રદ્દ કરી દીધી હતી. આ કારણે હજારો પ્રવાસીઓને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો. એ સમયે CEO પીટર એલ્બર્સ ઉપર પણ જોખમ ઊભું થઈ ગયું હતું. પીટર એ વ્યક્તિ હતી જ્યારે કંપની કોવિડના નુકસાન બાદ મુશ્કેલીભર્યા સમયમાંથી બેઠી થઈ હતી. એમના કાર્યકાળમાં કંપનીએ આંતરરાષ્ટ્રીય રૂટ પર પોતાની મજબૂતી હાંસલ કરી હતી.એ પછી કંપનીએ 500 વિમાનનો ઓર્ડર આપ્યો હતો.

શું કહ્યું રાહુલ ભાટિયાએ?
વોલ્શના ખભે હવે કંપનીને એક ગ્લોબલ પ્લેયર બનાવવાની જવાબદારી છે. ડૉમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ઑપરેશનમાં કોઈ સુધારો વધારો થશે તો એ એમની પોલીસીને આધિન બની રહેશે.અહીં એમનો અનુભવ કંપનીને કામ આવી શકે છે. મેનેજિંગ ડાયરેક્ટર રાહુલ ભાટિયાના જણાવ્યા અનુસાર આ નિયુક્તિ કંપનીના વિકાસ માટે અને ફ્લાઈટ ઑપરેશનના ઉત્તમ પગલાં માટે મહત્ત્વપૂર્ણ છે.