મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજારે ઉછાળા સાથે કારોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 380 પોઈન્ટના વધારા સાથે 78,339 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એકચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 67 પોઈન્ટના વધારા સાથે 24,398 પર ખુલ્યો.
આજે શરૂઆતના કારોબારમાં લગભગ 406 શેરોમાં ઉછાળો નોંધાયો, 139 શેરોમાં ઘટાડો નોંધાયો, જ્યારે 44 શેરોમાં કોઈ ફેરફાર થયો નથી.
મિશ્ર વૈશ્વિક સંકેતોને ધ્યાનમાં રાખતા રોકાણકારોની સાવચેતી દાખવી રહ્યા છે. ત્રિમાસિક પરિણામો પહેલા રોકાણકારો સાવધાની રાખી રહ્યા છે.
ટોપ ગૅઇનર્સ અને લૂઝર્સ:
આજે સવારે નિફ્ટી પર ટ્રેન્ટ, એચડીએફસી લાઇફ, બજાજ ઓટો, એટરનલ અને મેક્સ હેલ્થકેર જેવા શેરો ટોપ ગેઈનર્સ રહ્યા. બીજી તરફ, કોટક મહિન્દ્રા બેંક, ટાઇટન, પાવર ગ્રીડ, હિન્ડાલ્કો અને ઇન્ડિગો (ઇન્ટરગ્લોબ એવિએશન) ટોપ લૂઝર્સ રહ્યા.
બુધવારે ભારતીય શેરબજાર મજબૂત વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 940 પોઈન્ટના વધારા સાથે 77,958 પર બંધ થયો. નિફ્ટી-50 298 પોઈન્ટના વધારા સાથે 24,330 પર બંધ થયો.
વૈશ્વિક બજારો પર નજર:
આજે શરૂઆતના કારોબારમાં જાપાનના નિક્કી-225માં 4.18%નો વધારો નોંધાયો, ટોપિક્સમાં 2.37%નો વધારો નોંધાયો. દક્ષિણ કોરિયાનાં કોસ્પીમાં 1.11%નો ઘટાડો નોંધાયો, જ્યારે કોસ્ડેક ઇન્ડેક્સ 0.98% ઘટ્યો.
બુધવારે યુએસ શેરબજાર વધારા સાથે બંધ થયા. S&P 500 અને નાસ્ડાક રેકોર્ડ ઊંચાઈએ બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.24% ના વધારા સાથે 49,910.59 પર બંધ થયો, જ્યારે S&P 500 1.46% વધીને 7,365.09 પર બંધ થયો. નાસ્ડાક 2.03% વધીને 25,838.94 પર બંધ થયો.