નવી દિલ્હીઃ વધી રહેલા અમેરિકી ડૉલરની તુલનામાં ભારતીય રૂપિયો રેકોર્ડ સ્તર પર નીચે ઊતર્યો છે. સતત નબળા પડી રહેલા રૂપિયાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી છે.મિડલ ઈસ્ટમાં વૈશ્વિક તાકાતો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર દુનિયામાં એની અસર થઈ છે. આ તણાવને કારણે મોંઘવારીના મુદ્દે રાહુલ ગાંધીએ વાત કહી છે. સોશિયલ મીડિયા પોસ્ટ પર લાંબી પોસ્ટ મૂકતા રાહુલ ગાંધીએ અનેક એવા મુદ્દાઓ પર વાત કરી હતી જે સીધી રીતે પ્રજાને સ્પર્શી રહ્યા છે.
શું કહ્યું રાહુલ ગાંધીએ?
સરકાર ભલે સ્થિતિ સામાન્ય છે એવો દાવો કરી રહી હોય પણ હકીકત કંઈક જુદી જ છે. અત્યારે જે આંકડા સામે આવ્યા છે એ માત્ર આંકડા નથી મોંઘવારીનો સ્પષ્ટ સંકેત તે આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી બાદ પેટ્રોલ ડીઝલની સાથેસાથે રાંધણ ગેસના ભાવમાં પણ ઉછાળો આવે એવી આશંકા વ્યક્ત કરી છે, તેમણે કરેલી પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે, આવનારા દિવસોમાં ઉત્પાદન અને ટ્રાંસપોર્ટ મોંઘા થશે. આ સાથે તેમણે સુક્ષ્મ, લધુ અને મધ્યમકક્ષાના ઉદ્યોગો પર સૌથી વધારે અસર થવાની વાત કહી હતી. તેમણે કહ્યું કે, MSMEને સૌથી વધારે માર પડવાનો છે. દૈનિક ધોરણે કામ આવતી ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થશે.
रुपये का डॉलर के मुकाबले कमजोर होकर 100 की तरफ बढ़ना और इंडस्ट्रियल फ्यूल की कीमतों में तेज़ बढ़ोतरी - ये सिर्फ आंकड़े नहीं, आने वाली महंगाई के साफ संकेत हैं।
— Rahul Gandhi (@RahulGandhi) March 21, 2026
सरकार चाहे इसे “नॉर्मल” बताए, लेकिन हकीकत ये है:
• उत्पादन और ट्रांसपोर्ट महंगे होंगे
• MSMEs को सबसे ज्यादा चोट…
શેરબજારનો પણ ઉલ્લેખ કર્યો
રાહુલ ગાંધીએ શેર માર્કેટનો ઉલ્લેખ કરતા કહ્યું કે,FIIનો રૂપિયો ઝડપથી દેશની બહાર જશે જેની સીધી અસર શેરમાર્કેટ પર થવાની છે. મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત સ્થિતિને લઈને સરકારને ઘેરતા કહ્યું કે, દરેક પરિવારના ખિસ્સાને સીધી અસર થવાની છે, ચૂંટણી બાદ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થશે. LPG ગેસનો ભાવ પણ વધી જશે. મોદી સરકાર પાસે કોઈ દિશા કે રણનીતિ નથી. તેઓ માત્ર નિવેદન આપી રહ્યા છે. સવાલ એ નથી કે, સરકાર શું કરી રહી છે, સવાલ એ છે કે, સરકાર તમારી થાળીમાં શું બચાવી રહી છે. ઈરાન અમેરિકા વચ્ચે ચાલી રહેલી લડાઈની અસર ભારતને થઈ રહી છે. ગેસ અને ક્રૂડના ટેન્કરને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને શિપિંગ ઈન્ડસ્ટ્રી અને આયાત નિકાસ પર એની સીધી અસર દેખાઈ રહી છે. નિષ્ણાંતોનું એવું કહેવું છે કે, શાંતિ અને સ્થિરતા જરૂરી છે અન્યથા મિડલ ઈસ્ટમાંથી આવતી દરેક કોમોડિટીને માઠી અસર થશે