Tue Apr 21 2026

Logo

ભારતના આ શહેરોના લોકો છે એક્સ્ટ્રા મેરિટલ અફેયર્સ કરવામાં સૌથી આગળ, લિસ્ટમાં તમારા શહેરનું નામ તો નથી ને?

2026-03-12 14:08:00
Author: Darshana Visaria
Article Image

આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્નને બે વ્યક્તિ નહીં પણ બે પરિવારોનું મિલન માનવામાં આવે છે. જોકે, બદલાતા સમય સાથે લગ્ન અને તેની પરિભાષા બદલાઈ રહી છે. હાલમાં જ એક ડેટિંગ એપ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં લગ્નસંસ્થાને લઈને ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. આ સર્વેમાં  સામે આવી રહેલાં માહિતી અનુસાર ભારતના કેટલાક શહેરોમાં પરિણીત લોકો પોતાના પાર્ટનર સાથે ચીટિંગ કરી રહ્યા છે. ચાલો આ સ્ટોરીમાં સર્વે વિશે વિસ્તારથી જાણવાનો પ્રયાસ કરીએ... 

એક્સ્ટ્રા મેરિટલ અફેર ડેટિંગ એપ 'ગ્લીડન' (Gleeden) દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતના મેટ્રો શહેરોમાં એક્સ્ટ્રા મેરિટલ અફેરનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. આ સર્વેમાં ભારતના કેટલાક એવા શહેરો વિશે વાત કરવામાં આવી છે જ્યાં એક્સ્ટ્રા મેરેટિયલ અફેયર્સનું પ્રમાણ વધું જોવા મળ્યું છે. જોઈ લો આ યાદીમાં તમારું શહેર તો નથી ને... 

બેંગ્લોરઃ
તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે આઈટી હબ ગણાતું બેંગ્લોર પહેલાં નંબરે આવે છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર મુજબ, બેંગ્લોરમાં પરિણીત પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં પોતાના જીવનસાથી સિવાય અન્ય સાથે સંબંધ રાખવાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે.

મુંબઈ અને કોલકતા:
એક્સ્ટ્રા મેરેટિયલ અફેયર્સ કરનારાઓ કપલ્સમાં બીજા સ્થાને આવે છે દેશની આર્થિક રાજધાની મુંબઈ આવે છે. જ્યારે કોલકાતા ત્રીજા ક્રમે છે. રિપોર્ટ્સમાં આ પાછળના કારણોનો ઉલ્લેખ કરતાં જણાવવામાં આવ્યું છે કે શહેરોની ભાગદોડભરી જિંદગી અને વર્ક કલ્ચર આ માટેના મુખ્ય કારણો માનવામાં આવે છે.  

દિલ્હી અને પુણેઃ
બેંગ્લોર, મુંબઈ અને કોલકત્તા બાદ વારો આવે છે દિલ્હી અને પુણેનો. દેશના પાટનગર દિલ્હી અને મહારાષ્ટ્રના પુણે શહેરમાં પણ એક્સ્ટ્રા મેરિટિયલ અફેયર્સનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ શહેરોમાં પણ ડેટિંગ એપ્સનો ઉપયોગ કરતાં પરિણીત લોકોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

ભારતના કયા શહેરોમાં સૌથી વધુ એક્સ્ટ્રા મેરેટિયલ અફેયર્સનું પ્રમાણ જોવા મળે છે એની વાત કરી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ આ પાછળના કારણો વિશે. સર્વેમાં જણાવવામાં આવેલા કારણોમાં જીવનસાથી તરફથી પૂરતો સમય કે ભાવનાત્મક ટેકો ન મળવો, લગ્ન જીવનમાં આવેલી નીરસતા અને કંઈક નવું કરવાની ઈચ્છા, તેમ જ સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સ પ્રમુખ કારણોમાંથી એક છે.