Mon Oct 05 2026

Logo

મહિલાઓની ફૂટબૉલમાં ભારતે ઇતિહાસ રચ્યો

Suzhou   2026-05-08 21:49:00
Author: Ajay Motiwala
મહિલાઓની ફૂટબૉલમાં ભારતે ઇતિહાસ રચ્યો

સુઝોઉ (ચીન): ભારતની અન્ડર-17 ગર્લ્સ ફૂટબૉલ ટીમે શુક્રવારે લેબેનનને 4-0થી હરાવીને એશિયન કપની ક્વૉર્ટર (Quarter) ફાઇનલમાં પહેલી જ વખત પ્રવેશ કર્યો હતો.

પ્રિતિકા બર્મને સાતમી તથા 85મી મિનિટમાં ગોલ કર્યા હતા, જ્યારે એક-એક ગોલ દેવી સેન્જામ (36મી મિનિટમાં) અને જોયા (72મી મિનિટમાં)એ કર્યો હતો.

ભારતીય ટીમની ડિફેન્ડર્સના પર્ફોર્મન્સને લીધે લેબેનન (Lebanon)ની ટીમ એકેય ગોલ નહોતી કરી શકી.

2005ની સાલ પછી ભારતીય ગર્લ્સ ટીમ પહેલી જ વખત મૅચ જીતી છે અને આ ટૂર્નામેન્ટમાં છેલ્લા 21 વર્ષમાં પહેલી વખત ગોલ કરવામાં સફળ થઈ છે.