યુનેસ્કો ખાતે જાહેર થયેલા પ્રતિષ્ઠિત 'પ્રિક્સ વર્સાય 2026' એવોર્ડમાં ભારતીય એરપોર્ટ્સે બાજી મારી
નવી દિલ્હી/પેરિસઃ ભારતના એવિએશન સેક્ટરની વૈશ્વિક સિદ્ધિ વિશે છે. પેરિસમાં યુનેસ્કોના હેડક્વાર્ટર ખાતે સમકાલીન વાસ્તુકલાના પ્રતિષ્ઠિત પુરસ્કાર 'પ્રિક્સ વર્સાય 2026' ની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા સંચાલિત બે ભારતીય એરપોર્ટ - નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ટર્મિનલ 1) અને ગુવાહાટીનું ગોપીનાથ બોરદોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ટર્મિનલ 2)નો સમાવેશ થયો છે. વિશ્વભરમાંથી માત્ર 7 પ્રોજેક્ટ્સની પસંદગી કરાઈ છે, જેમાં ભારતના આ બંને એરપોર્ટ્સ તેમની અદભુત વાસ્તુકલા, કમળ અને બેમ્બૂ ઓર્કિડ જેવી પરંપરાગત તથા સાંસ્કૃતિક ડિઝાઇન તેમ જ સસ્ટેનિબિલિટી માટે વૈશ્વિક સ્તરે પ્રશંસા પામ્યા છે.
ભારતીય એવિયેશન સેક્ટર અને પરંપરાગત માળખાની દૃષ્ટિએ સૌથી મોટી અને ગૌરવના સમાચાર મળ્યા છે. પેરિસમાં યુનેસ્કોના હેડ ક્વાર્ટરમાં સમકાલીન વાસ્તુકલાના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રિક્સ વર્સાય 2026ની યાદીમાં ભારતના બે એરપોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દુનિયાના સૌથી સુંદર એરપોર્ટ્સ સમાવેશ કર્યો છે. આ વર્ષે વૈશ્વિક સ્તરે ફક્ત સાત એવિયેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને તેની શ્રેષ્ઠ વાસ્તુકલા, સાંસ્કૃતિક ઓળખ અને પર્યવારણ સંબંધિત ડિઝાઈન માટે ખાસ પસંદગી કરવામાં આવી છે, જેમાં ભારતના બે છે, જ્યારે તેનું સંચાલન ગૌતમ અદાણીની કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ કરે છે.

દુનિયાના સૌથી સુંદર એરપોર્ટની યાદીમાં ભારતની અદાણી કંપની સંચાલિત બે એરપોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં એક મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ગુવાહાટીના ગોપીનાથ બોરદોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ બેને પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સાય આર્કિટેક્ચર અને ડિઝાઇન અવોર્ડ્સએ દુનિયાના સૌથી શાનદાર અને સુંદર એરપોર્ટ્સ 2026ની યાદીમાં સામેલ કર્યા છે.
આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ છે, કારણ કે ભારતમાંથી આ યાદીમાં ફક્ત એરપોર્ટ્સનો સમાવેશ થયો છે. આ એરપોર્ટ દુનિયાના અનેક વિકસિત દેશોના આધુનિક એરપોર્ટને પછાડીને નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ બંને એરપોર્ટ પરંપરાગત શૈલીની સાથે એકદમ હટકે અંદાજથી બનાવવામાં આવ્યા છે. આ વૈશ્વિક માપદંડોની સાથે ભારતીય એવિયેશન ઈન્ડસ્ટ્રીની મહત્ત્વકાંક્ષા અને આધુનિક ડિઝાઈનની ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે.

નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ એક કમળથી પ્રેરિત ખાસ આર્કિટેક્ચર અને ફ્યુચરિસ્ટિક ડિઝાઇન માટે આગવી ઓળખ મળી છે. આ ટર્મિનલ ટેકનોલોજી, કળા અને કામકાજ કરવાની પરંપરાને સમાવિષ્ટ કરીને મુસાફરીનો વર્લ્ડ ક્લાસ અનુભવ આપે છે તેમ જ આધુનિક ગ્લોબલ ઇકોનોમિક પાવરહાઉસ તરીકે પણ ભારતની ઓળખ ઊભી કરે છે. બીજી તરફ ગુવાહાટીના પ્રખ્યાત ગોપીનાથ બોરદોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2ના વિસ્તારના ઇકોલોજીકલ અને સાંસ્કૃતિક વારસાથી પ્રેરિત ડિઝાઇન માટે પણ ખૂબ વખાણ થયા હતા.
આ યાદીમાં ઉત્તર-પૂર્વ ભારત માટે એક મહત્વના ગેટવેના રૂપે ટર્મિનલ 'બેમ્બૂ ઓર્કિડ' આર્કિટેક્ચરથી પ્રેરણા લે છે. તેમાં બાયોફિલિક ડિઝાઇનના સિદ્ધાંતોને સામેલ કરવામાં આવ્યા છે. જે વિસ્તારની સમૃદ્ધ બાયો ડાઇવર્સિટીને રજૂ કરે છે. સાથે જ સસ્ટેનિબિલિટી અને ઓપરેશનલ ક્ષમતા પણ સુનિશ્ચિત કરે છે. આ બંને ભારતીય એરપોર્ટને ગ્વાંગ્ઝુ (ચીન), ફ્રેન્કફર્ટ એમ મેન (જર્મની), કંદલ સ્ટુએંગ (કંબોડિયા), પિટ્સબર્ગ (અમેરિકા) અને સેન ડિએગો (અમેરિકા) જેવા એરપોર્ટ સાથે ઇન્ટરનેશનલ એવિએશન હબ તરીકે પ્રસિદ્ધ થયા છે.