નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ, યુ ટ્યુબ, એક્સ, ફેસબુક પર લીક થયેલા ખાનગી ફોટો અને વિડીયો અંગે કડક નિર્દેશ જાહેર કર્યા છે. જેમાં હવે આવા ફોટા અને વિડીયો બે કલાક ડિલીટ કરવા પડશે. આ અંગે સરકારે આ પ્લેટફોર્મ આદેશ આપ્યા છે. જેના થકી સરકારે આઇટી નિયમોને વધુ કડક બનાવ્યા છે.
બે કલાકની અંદર પ્લેટફોર્મ પરથી સામગ્રી દૂર કરવાનો આદેશ
કેન્દ્ર સરકારે તાજેતરમાં આઇટી નિયમો (2026) માં સુધારો કર્યો છે. આ નવા નિયમો હેઠળ, જો કોઈ યુઝર્સ કોઈપણ પ્લેટફોર્મ પર મંજુરી વિના ઇન્ટીમેટ અથવા ડીપફેકની ફરિયાદ કરે તો તો સોશિયલ મીડિયા કંપનીઓને તાત્કાલિક પગલાં લેવા પડશે. તેમજ ઘણા કિસ્સાઓમા તેને બે કલાકની અંદર પ્લેટફોર્મ પરથી સામગ્રી દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઇમેજ મોર્ફ કરીને વાયરલ કરવામાં આવી રહી છે
આ ઉપરાંત એઆઇ આવ્યા બાદ ડીપફેક અને એઆઈ-જનરેટેડ કન્ટેન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી ફેલાઈ રહ્યા છે. એઆઈના ઉપયોગ દ્વારા સોશિયલ મીડિયા પર વ્યક્તિઓના નકલી ફોટા અને વીડિયો ફેલાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓની છબીઓને ડિજિટલી બદલીને અથવા મોર્ફ કરીને વાયરલ કરવામાં આવી રહી છે. સાયબર ગુનેગારો આ છબીઓ અને વીડિયોનો ઉપયોગ વ્યક્તિઓને બ્લેકમેલ કરવા માટે કરી રહ્યા છે. જેના લીધે લોકો ઓનલાઈન ટ્રોલિંગ અને માનસિક ઉત્પીડનનો ભોગ બની રહ્યા છે.
કોર્ટના આદેશો વાળા કેસમાં સામગ્રીને ત્રણ કલાકની અંદર દૂર કરવી ફરજિયાત
આ ઉપરાંત સરકારી નિર્દેશો અથવા કોર્ટના આદેશો સાથે સંકળાયેલા કેસોમાં સામગ્રીને ત્રણ કલાકની અંદર દૂર કરવી આવશ્યક છે. એક નવા અહેવાલ મુજબ સોશિયલ મીડિયા પર રિપોર્ટ કરાયેલી આવી લીક થયેલી 75 ટકા સામગ્રી હવે ફરિયાદ મળ્યાના માત્ર બે કલાકમાં દૂર કરવામાં આવી રહી છે.
પહેલા 24 કલાકથી લઈ ઘણા દિવસો સુધી રાહ જોવી પડતી
આ અગાઉ યુઝર્સને આવી કાર્યવાહી કરવા માટે 24 કલાકથી લઈને ઘણા દિવસો સુધી રાહ જોવી પડતી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આ મુદ્દાને ઉકેલવા માટે ઝડપી મોડરેશન ટૂલ્સ, AI ડિટેક્શન સિસ્ટમ્સ અને ઇમરજન્સી રિસ્પોન્ ટીમો સ્થાપિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.