Thu Sep 17 2026

Logo

દેશમાં હોટલ- રેસ્ટોરન્ટ ઉદ્યોગને રાહત, કોમર્શિયલ LPG સિલિન્ડરનો પુરવઠો 20 ટકા સુધી વધારાયો...

2026-03-21 19:46:23
Author: Chandrakant Kanoja
દેશમાં હોટલ- રેસ્ટોરન્ટ ઉદ્યોગને રાહત, કોમર્શિયલ LPG સિલિન્ડરનો પુરવઠો 20 ટકા સુધી વધારાયો...

નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલી કોમર્શિયલ LPG સિલિન્ડરની વધતી તંગી વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં કેન્દ્ર સરકારે હવે  કોમર્શિયલ LPG સિલિન્ડરનો પુરવઠો 20 ટકા સુધી વધારવાનો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સરકારે રાજ્યો માટે ખાસ કરીને રેસ્ટોરન્ટ, સબસિડીવાળી કેન્ટીન અને5 કિલો FTL યોજના હેઠળ  ઉપયોગ માટે વધારાના 20 ટકા કોમર્શિયલ  LPG ને મંજૂરી આપી છે.  જેના પગલે હવે કોમર્શિયલ LPG સિલિન્ડર ની કુલ ફાળવણી હવે 50 ટકા થઈ ગઈ છે.

કોમર્શિયલ LPG સિલિન્ડરની કુલ ફાળવણી 50 ટકા થઈ

આ અંગે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સરકારે ગ્રાહકો માટે કોમર્શિયલ LPG નો આંશિક પુરવઠો 20 ટકા પુનઃસ્થાપિત કરી દીધો છે. આ ઉપરાંત  18 માર્ચના રોજ એક પત્ર દ્વારા  સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોમર્શિયલ LPG નો વધારાનો 10 ટકા હિસ્સો ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.  ત્યારબાદ, 21 માર્ચના રોજ એક પત્ર દ્વારા, સરકારે રાજ્યોને કોમર્શિયલ LPG નો વધુ 20 ટકા હિસ્સો ફાળવવાની મંજૂરી આપી. આનાથી કુલ ફાળવણી 50 ટકા થઈ ગઈ છે. 

વીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પહેલાથી જ આદેશ આપ્યા

આ ઉપરાંત મંત્રાલયે જણાવ્યું હતું કે આ વધારાની 20 ટકા  ફાળવણી ચોક્કસ ક્ષેત્રોને પ્રાથમિકતાના ધોરણે પૂરી પાડવામાં આવશે. જેમાં રેસ્ટોરન્ટ  ઢાબા, હોટલ, ઔદ્યોગિક કેન્ટીન, ફૂડ પ્રોસેસિંગ/ડેરી એકમો, રાજ્ય સરકારો અથવા સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત સબસિડીવાળી કેન્ટીન/આઉટલેટ, સમુદાય રસોડા અને સ્થળાંતરિત કામદારો માટે 5 કિલોગ્રામ FTL સિલિન્ડરનો સમાવેશ થાય છે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા અનુસાર કોમર્શિયલ LPG ફાળવણી માટે વીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પહેલાથી જ આદેશ આપ્યા છે.