Thu Sep 03 2026

Logo

એનસીબીની મોટી સફળતા, કેપ્ટાગોન ડ્રગનો રૂપિયા 182 કરોડનો જથ્થો જપ્ત કર્યો

2026-05-16 16:06:30
Author: Chandrakant Kanoja
એનસીબીની મોટી સફળતા, કેપ્ટાગોન ડ્રગનો રૂપિયા 182 કરોડનો જથ્થો જપ્ત કર્યો

NCB


નવી દિલ્હી : દેશમાં ડ્રગ્સ વિરુદ્ધ નેશનલ નાર્કોટિક્સ બ્યૂરો દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે માહિતી શેર કરતા જણાવ્યું છે કે, ઓપરેશન રેગપીલ હેઠળ પ્રથમ વાર અંદાજિત રૂપિયા 182 કરોડના 'કેપ્ટાગોન' તરીકે ઓળખાતા ડ્રગનો મોટો જથ્થો જપ્ત  કરવામાં આવ્યો છે. 

મોદી સરકાર ડ્રગ્સ-મુક્ત ભારત માટે પ્રતિબદ્ધ

આ અંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં અમિત શાહે લખ્યું, મોદી સરકાર 'ડ્રગ્સ-મુક્ત ભારત' માટે પ્રતિબદ્ધ છે. તેમજ મને એ જણાવતા આનંદ થાય છે કે, 'ઓપરેશન રેગપીલ દ્વારા એજન્સીઓએ પ્રથમ વાર જેહાદી ડ્રગ કેપ્ટાગોન જપ્ત કર્યું છે. જેની કિંમત આશરે રૂપિયા 182 કરોડ છે.  જેમાં મધ્ય પૂર્વ તરફ જતી ડ્રગ કન્સાઈનમેન્ટની જપ્તી એક વિદેશી નાગરિકની ધરપકડ સાથે  ડ્રગ્સ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. હું એનસીબીના બહાદુર અને સતર્ક કર્મચારીઓને સલામ કરું છું.

પશ્ચિમ એશિયાના ઘણા ભાગોમાં આ ડ્રગનો વ્યાપકપણે ઉપયોગ 

કેપ્ટાગોનને સામાન્ય રીતે જેહાદી ડ્રગ તરીકે ઓળખવામાં આવે છે. મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયાના ઘણા ભાગોમાં આ ડ્રગનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. આ ડ્રગ્સ તેના ઉપયોગ અને તસ્કરીના લીધે  પશ્ચિમ એશિયાના સંઘર્ષગ્રસ્ત પ્રદેશોમાં સક્રિય ઉગ્રવાદી નેટવર્ક્સ અને આતંકવાદી જૂથો સાથે જોડે છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ મુકવામાં આવ્યો

કેપ્ટાગોન એ ફેનેથિલિન તરીકે ઓળખાતા કૃત્રિમ ઉત્તેજક સાથે  સંકળાયેલું  છે. આ  મૂળ વર્ષ 1960 ના દાયકામાં એટેન્સન અને નાર્કોલેપ્સી જેવી બીમારીની સારવાર માટે ડેવલોપ કરવામાં આવ્યું હતું.  જો કે, તેની વ્યસનકારકતા અને  દુરઉપયોગના પગલે તેની પર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.