Tue Apr 21 2026

Logo

શું તમે ક્યારેય ખાધું છે 10 હજાર રૂપિયા કિલોના ભાવે વેચાતું ડ્રાયફ્રૂટ? જાણો હિમાલયના પહાડોના આ 'સફેદ સોના' વિશે...

2026-03-21 18:17:57
Author: Darshana Visaria
Article Image

જો તમને પૂછવામાં આવે કે ભારતનું સૌથી મોંઘું ડ્રાયફ્રૂટ કયું છે અને તેની કિંમત વિશે તો તમે કહેશો કે ભાઈ ભારતમાં જાત જાત ડ્રાયફ્રૂટ જોવા મળે છે અને એની કિંમત પણ અલગ અલગ હોય છે, બરાબર ને? ચાલો આજે તમને ભારતના સૌથી મોંઘા ગણાતા ડ્રાયફ્રૂટ ચિલ્ગોઝા (Pine Nuts)ની કિંમત અને પૌષ્ટિકતાને કારણે 'સફેદ સોનું' કહેવાય છે. હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના દુર્ગમ પહાડો પર ઉગતું આ મેળવવું અત્યંત જોખમી અને મહેનતનું કામ છે, જેને કારણે તેની કિંમત સામાન્ય ડ્રાયફ્રૂટ્સ કરતા અનેકગણી વધારે હોય છે.

પાઈન નટ્સ એટલે કે ચિલ્ગોઝાએ ભારતનું સૌથી મોંઘું અને પ્રીમિયમ ડ્રાયફ્રૂટ ગણાય છે. જ્યાં સામાન્ય બદામ 800થી 1600 રૂપિયા કિલોના ભાવે મળે છે, ત્યાં સારી ગુણવત્તાવાળા ચિલ્ગોઝાની કિંમત 7,000થી 10,000 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે. ઘણી વખત તો તેની માગણીમાં વધતાં આ કિંમત હજી વધારે વધી જાય છે. 

પાઈન નટ્સની ખેતી ક્યાં થાય છે એ વિશે વાત કરીએ તો તે દરેક જગ્યાએ ઉગી શકતા નથી. આ માટે ખાસ ઠંડી આબોહવા અને ઊંચાઈવાળા વિસ્તારોની જરૂર પડે છે. હિમાચલ પ્રદેશનો કિન્નૌર જિલ્લો અને જમ્મુ-કાશ્મીરના ઊંચા પહાડી વિસ્તારોમાં આ ડ્રાયફ્રૂટ મોટા પ્રમાણમાં જોવા મળે છે. પાઈન નટ્સ દેવદાર પ્રજાતિના વૃક્ષો પર 'શંકુ' આકારના ફળમાં હોય છે. આ ઊંચા વૃક્ષો પહાડોની ઉભી ઢોળાવ પર હોય છે, જ્યાંથી ફળ તોડવા એ જીવના જોખમ સમાન છે.

ચિલ્ગોઝા એટલે પાઈન નટ્સ તમામ ડ્રાયફ્રૂટ્સમાં સૌથી વધુ મોંઘા હોવાનું પ્રમુખ કારણ તેને તૈયાર કરવાની જટિલ પદ્ધતિ છે.પહાડો પરથી શંકુ આકારનું તોડ્યા બાદ તેને સૂકવવામાં આવે છે અને પછી હાથથી એક-એક બીજ કાઢવામાં આવે છે. આ પ્રક્રિયામાં મશીનો વાપરી શકાતા નથી, માત્ર માનવીય શ્રમ જ કામ લાગે છે. એક કિલો ચિલ્ગોઝા સાફ કરવામાં કલાકોની મહેનત લાગી જાય છે અને એટલે જ તેની કિંમત આટલી વધારે હોય છે. 

તમને જાણીને નવાઈ લાગશે કે પાઈન નટ્સ કે જેને આપણે ચિલ્ગોઝા તરીકે પણ ઓળખીએ છીએ એ માત્ર ભારતમાં જ નહીં, પણ ઈટાલિયન અને મેડિટેરેનિયન વાનગીઓમાં સ્વાદ વધારવા માટે અનિવાર્ય ગણાય છે. પાઈન નટ્સનો સ્વાદ થોડો મીઠો અને ક્રીમી હોય છે, જે તેને અન્ય ડ્રાયફૂટ્સથી અલગ પાડે છે.

વાત કરીએ પાઈન નટ્સના સેવનથી થતાં હેલ્થ બેનેફિટ્સ વિશે તો પાઈન નટ્સની કિંમત આટલી વધારે હોવા છતાં પણ લોકો તેને ખરીદે છે, કારણ કે તે પોષક તત્વોનો ખજાનો છે. પાઈન નટ્સમાં ઓમેગા-૩ ફેટી એસિડ, એન્ટીઓક્સિડન્ટ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય પાઈન નટ્સ ઈમ્યુનિટી સિસ્ટમને પણ વધારવામાં મહત્ત્વનો રોલ પ્લે કરે છે.