Mon Oct 05 2026

Logo

સંસદના ચોમાસુ સત્રમાં 12 બિલ પાસ, રાજ્યસભામાં 39 ટકા કામગીરી થઇ

2026-08-13 16:25:59
Author: Chandrakant Kanoja
સંસદના ચોમાસુ સત્રમાં 12 બિલ પાસ, રાજ્યસભામાં 39 ટકા કામગીરી થઇ

નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર આજે સમાપ્ત થયું છે.જેની બાદ કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.તેમણે જણાવ્યું હતું કે આ દરમિયાન 12 બિલ પસાર કરવામાં આવ્યા છે. તેમજ રાજ્યસભામાં 39 ટકા જેટલી કામગીરી થઇ છે. 

લોકસભામાં ફક્ત એક જ બિલ પર સંપૂર્ણ ચર્ચા થઈ શકી

મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે આ સત્ર દરમિયાન લોકસભામાં ફક્ત એક જ બિલ પર સંપૂર્ણ ચર્ચા થઈ શકી હતી. આ હતું જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમોનું નિવારણ) સુધારો બિલ, 2026. જેનો હેતુ  જાહેર પરીક્ષાઓમાં પેપર લીક અને અન્ય અન્યાયી પ્રથાઓને રોકવાનો છે. જે હાલના વર્ષ 2024 કાયદામાં સુધારો કરે છે. સંસદે જુલાઈના અંતમાં આ બિલને મંજૂરી આપી હતી. આ ઉપરાંત અન્ય મંજૂર થયેલા બિલો પર નજર કરીએ તો 

સંસદમાં  મંજૂર થયેલા બિલ
 
- જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમોનું નિવારણ) સુધારો બિલ, 2026. જેમાં પેપર લીક સહિતના કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યો છે. 

- સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારો બિલ, 2026. જેણે  સુપ્રીમ કોર્ટની   મંજૂર  ન્યાયિક શક્તિમાં વધારો કર્યો.

- MSME વિકાસ (સુધારા) બિલ, 2026. જેમાં ઉદ્યોગ નોંધણીને કાયમી બનાવી   અને વિલંબિત ચુકવણી નિયમો કડક બનાવવામાં આવ્યા છે. 

- જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ, 2026. જેમાં પાછળથી નોંધણી માટે       ચકાસણી પ્રોટોકોલ કડક બનાવવામાં આવ્યા છે. 

- રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026. જેમાં  વંદે માતરમને    સમાન કાનૂની દરજ્જો અને રક્ષણ આપવામાં આવ્યું છે. 

- ખાણ અને ખનિજો (વિકાસ અને નિયમન) સુધારો બિલ, 2026. જેમાં        માળખાગત નિયમોને સંબોધિત કર્યા અને ખનિજ અધિકારો પર વધારાના રાજ્ય    કરને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. 

-  ટ્રિબ્યુનલ્સ રિફોર્મ્સ બિલ, 2026. જેમાં  સુવ્યવસ્થિત ટ્રિબ્યુનલ સિસ્ટમ્સ અને        શાસન માળખાને ગોઠવવામાં આવ્યું છે. 

-  કરવેરા અને અન્ય કાયદા (સુધારા) બિલ, 2026,- વિનિયોગ (નં. ૩) બિલ, 2026

-  બેંકર્સ બુક્સ એવિડન્સ બિલ, 2026

-  રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (સુધારા) બિલ, 2026

-  કેરળ (નામમાં ફેરફાર) બિલ, 2026

- આવક-કર (સુધારા) બિલ, 2026

ચર્ચા માટે ઉપલબ્ધ સમયનો અપેક્ષા મુજબ ઉપયોગ થઈ શક્યો નહિ

આ ઉપરાંત  કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ  જણાવ્યું હતું કે સરકાર સત્રને બે દ્રષ્ટિકોણથી જુએ છે. જેમાં કાયદાકીય કામગીરીની દ્રષ્ટિએ 12 બિલ પસાર થવા એ એક સિદ્ધિ છે.જોકે, ચર્ચા માટે ઉપલબ્ધ સમયનો અપેક્ષા મુજબ ઉપયોગ થઈ શક્યો નહિ.