જબલપુરઃ મિડલ ઈસ્ટમાં લડાઈના માહોલ વચ્ચે દુનિયાભરના દેશને ક્રૂડ અને ઊર્જાની ચિંતા કોરી ખાય છે. આ સાથે રાજકીય ઉથલ-પાથલ વચ્ચે ભારત સરકારે ડૉમેસ્ટિક એનર્જીમાં કોઈ ખોટ ન જાય એ માટે તથા કટોકટી ઊભી ન થાય એ માટે ઘણ આંગણે રહેલી કંપનીઓમાં LPG ગેસનું ઉત્પાદન વધારવાના આદેશ આપી દીધા હતા. પેટ્રોલિયમ તથા નેચરલ ગેસ મંત્રાલયના સંયુક્ત સચીવ સુજાતા શર્માએ એક પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા કરી હતી કે, દેશમાં ક્રૂડ ઓઈલ કે કાચા તેલનો ભંડાર પૂરતો છે. વિતરણ વ્યવસ્થા ખોરવાઈ નહીં એ માટે તથા કટોકટી ઊભી ન થાય એ માટે LPG ગેસ ઉત્પાદ કરતી કંપનીઓના ગેસ ઉત્પાદનમાં 40 ટકાનો વધારો થયો છે.
અફવાઓથી સાવધાન
દેશની પ્રજાને અપીલ કરતા સચીવે કહ્યું હતું કે, અફવાથી સાવધાન રહેવું જોઈએ. કોઈ પણ આઉટલેટ અને ડિસ્ટ્રિબ્યુટરશિપ પાસે ગેસની કોઈ પ્રકારની અછત નથી. ડૉમેસ્ટિક PNG અને પરિવહન CNG ના ગ્રાહકોને 100 ટકા સ્ટોકમાંથી રાહત મળી રહેશે. અન્ય સચીવ રાજેશકુમાર સિન્હાએ કહ્યું હતું કે, હોર્મુઝમાં અત્યારે 22 જહાજ અને 600થી વધારે નાવિક જુદા જુદા જહાજ પર ફસાયેલા છે. તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. ડૉમેસ્ટિક LPG ગેસના ગ્રાહકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. શરૂઆતના તબક્કામાં વ્યવસાયિક LPG ગેસ સિલિન્ડરમાં કાપ મૂકવામાં આવ્યો હતો, જેની અસર વેચાણ પર થઈ હતી. હવે તેને આંશિક રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે. ઊર્જાની વ્યવસ્થા વધુ ઉત્તમ કરવા માટે મોટા મહાનગર અને વ્યવસાયિક LPG ગેસના ગ્રાહકોને PNGમાં સ્વિચ થઈ જવા માટે અપીલ કરાઈ છે.
ગાઈડલાઈન્સ જાહેર કરાઈ
LPG ગેસની વધતી માગને કારણે ઊભા થયેલા દબાણને ઘટાડવા માટે કોલસા અને કેરોસિન જેવા વિકલ્પ ઈંધણોના ઉપયોગ લોકો અપનાવી રહ્યા છે. બિહાર, ગુજરાત, કેરળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં કેરોસિનના વિતરણ માટે આદેશો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, કમર્શિયલ એલપિજી એ ભાગરૂપે તમામ રાજ્યોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાન સહિત 14થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ગેસ વિતરણ માટેની કેટલીક ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે.
કાળા બજારી રોકવા મોટું પગલું
બજારમાં શિસ્ત જાળવવા માટે તેલ માર્કેટિંગ કંપનીઓએ 17 માર્ચ 2026ના રોજ 2300થી જગ્યાઓ પર સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરી દીધું છે. તેલંગાણા, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં અનેક દરોડા પણ પાડવામાં આવ્યા છે. 30 રાજ્યોમાં સ્ટેટ કંટ્રોલ રૂમ અને 22 રાજ્યોમાં જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. ગ્રાહકોની સુવિધા માટે મજબૂત ફરિયાદ નિવારણ વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી છે. તેમાં ટોલ-ફ્રી હેલ્પલાઇન (1800 2333 555), CPGRAMS, ઓએમસી વેબસાઇટ્સ અને WhatsApp, Twitter જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.