Tue Aug 25 2026

Logo

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતની સિંગાપુરમાં નિકાસ વધી, યુએઇને પછાડીને બીજા સ્થાને પહોંચ્યું

2026-05-17 16:04:38
Author: Chandrakant Kanoja
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતની સિંગાપુરમાં નિકાસ વધી, યુએઇને પછાડીને બીજા સ્થાને પહોંચ્યું

નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકાના યુદ્ધના લીધે ભારતના વ્યાપાર પર પણ તેની અસર જોવા મળી છે. જોકે, આ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાના લીધે ભારતની અન્ય દેશોમાં નિકાસ વધી છે. જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે એપ્રિલ 2026ના આંકડા મુજબ ભારતે સિંગાપુરમાં નિકાસમાં યુએઇને(UAE)પાછળ છોડીને બીજા સ્થાને પહોંચ્યું છે. જ્યારે પહેલા નંબરે અમેરિકા છે. 

ભારતની સિંગાપોરમાં નિકાસ 180 ટકા વધીને 3.20 બિલિયન ડોલર થઈ 

આ અંગે મળતી માહિતી  મુજબ એપ્રિલ 2026 માં ભારતની સિંગાપોરમાં નિકાસ 180 ટકા વધીને 3.20 બિલિયન ડોલર થઈ છે.  જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 1.14 બિલિયન ડોલર હતી. તેનાથી વિપરીત  UAEમાં નિકાસ 36 ટકા ઘટીને માત્ર 2.18 બિલિયન ડોલર થઈ હતી. જે ગત વર્ષે 3.43 બિલિયન ડોલર હતી. 

UAEદ્વારા માલનું વહન વધુ ખર્ચાળ અને જોખમી બન્યું

તેમજ લાંબા સમય સુધી ભારત માટે  UAE સૌથી મોટું નિકાસ બજાર હતું. જોકે, હવે આ સ્થાન સિંગાપુરે લીધું છે. આ અંગે નિષ્ણાતો માને છે કે આ પરિવર્તન સીધી રીતે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા આવ્યું છે. જેમાં  માર્ચ 2026 થી આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ બંધ થતા  UAE દ્વારા માલનું વહન વધુ ખર્ચાળ અને જોખમી બન્યું છે. જેના  લીધે ભારતીય નિકાસકારોએ વૈકલ્પિક માર્ગો શોધવાનું શરૂ કર્યું છે.