Mon Sep 07 2026

Logo

દેશના પાંચ રાજ્યમાં નવેમ્બર- ડિસેમ્બરમાં યોજાઈ શકે છે ચૂંટણી

2026-06-14 14:12:00
Author: Chandrakant Kanoja
દેશના પાંચ રાજ્યમાં નવેમ્બર- ડિસેમ્બરમાં યોજાઈ શકે છે ચૂંટણી

નવી દિલ્હી : દેશમાં ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ,પંજાબ,ગોવા અને મણિપુરમાં ચૂંટણી એ વર્ષ નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં થઈ શકે છે. વાસ્તવમાં આગામી વર્ષે ફેબ્રુઆરીમાં પ્રસ્તાવિત વસતી ગણતરીના બીજા તબક્કાને ખલેલ ના પહોંચે તે માટે કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી-માર્ચ પૂર્વે મતદાન પર વિચાર કરી રહી છે.

ફેબ્રુઆરી-માર્ચમાં ચૂંટણીઓ યોજાવાની શકયતા 

આ અંગે મળતી માહિતી મુજબ, ભાજપે આ રાજયના તમામ એકમને તેની  તૈયારી કરવા સુચનાઓ આપી છે.જોકે, ઉત્તરાખંડને આ બાબતે થોડી રાહત મળી શકે છે. આ રાજ્યોમાં આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ચૂંટણીઓ યોજાવાની છે.  

વસતી ગણતરીના બીજા તબક્કા સ્ટાફની અછત દૂર કરવા કવાયત 

જોકે, વસતી ગણતરીનો બીજો તબક્કો આ જ સમયગાળા દરમિયાન 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી યોજાવાનો છે. આ સમય દરમિયાન રાજ્યના કર્મચારીઓ સામાજિક-આર્થિક ડેટા એકત્રિત કરવામાં રોકાયેલા રહેશે. આ કવાયત માટે ઉત્તર પ્રદેશમાં ઓછામાં ઓછા 5.5 લાખ સરકારી કર્મચારીઓની જરૂર છે. જ્યારે  ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા દરેક રાજયમાં 50,000 અને પંજાબમાં બે લાખ કર્મચારીઓની જરૂર પડશે. જેના લીધે  ચૂંટણી માટે સ્ટાફની અછત ઉભી થઇ શકે છે.