Thu Sep 10 2026

Logo

ટીએમસી સાથે જોડાયેલી કંપની I-PAC પર ઇડીના દરોડા, તપાસ શરૂ

2026-04-02 17:15:46
Author: Chandrakant Kanoja
ટીએમસી સાથે જોડાયેલી કંપની I-PAC પર ઇડીના દરોડા, તપાસ શરૂ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ઇડીએ ટીએમસી સાથે જોડાયેલી કંપની  I-PAC ના અનેક કેમ્પસમાં એક સાથે દરોડા પાડ્યા છે. આ અંગે ઈડીએ જણાવ્યું છે કે અમને મળેલા ઈનપુટના આધારે આ દરોડામાં નવેસરથી તપાસ હાથ ધરવામાં આવશે. 

દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદમાં એક સાથે દરોડા 

ઇડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એજન્સીએ ઘણા શહેરોમાં I-PAC પરિસરમાં દરોડા પાડ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજકીય કન્સલ્ટન્ટ ફર્મ  I-PAC ના ચોક્કસ અધિકારીઓ સાથે જોડાયેલા પરિસરમાં નવેસરથી દરોડા પાડવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર  આ કામગીરી દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદમાં એક સાથે હાથ ધરવામાં આવી હતી.

ઇડીની રેડથી રાજકીય ગરમાવો વધે તેવી શક્યતા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં ચાલુ રાજકીય ગતિવિધિઓ વચ્ચે ઇડીની રેડથી  રાજકીય ગરમાવો વધે તેવી શક્યતા છે.  . ઉલ્લેખનીય છે કે  આ પૂર્વે જ્યારે પશ્ચિમ બંગાળમા અધિકારીઓ કોલકાતામાં I-PACના પરિસરમાં સર્ચ કરવા પહોંચ્યા હતા, ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમજ ઇડીના અધિકારીઓને અટકાવ્યા હતા.