Tue Oct 06 2026

Logo

ચૂંટણી પંચ વિવાદ મુદ્દે કોકરોચ જનતા પાર્ટી મેદાનમાં, આંદોલનની ચેતવણી

2026-09-24 16:16:19
Author: Chandrakant Kanoja
ચૂંટણી પંચ વિવાદ મુદ્દે કોકરોચ જનતા પાર્ટી મેદાનમાં, આંદોલનની ચેતવણી

નવી દિલ્હી: દેશમાં ચૂંટણી પંચ અને SIR મુદ્દે ચાલી રહેલા વિવાદમાં કોકરોચ જનતા પાર્ટીએ મેદાનમાં આવી છે. આ અંગે કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દિપકેએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને 48 કલાકમાં રાજીનામું આપવા અલ્ટીમેટમ આપ્યું છે. તેમજ કહ્યું છે જો તેમ કરવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશે. 

જ્ઞાનેશ કુમાર દેશના સૌથી મોટા દેશદ્રોહી

આ અંગે દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું, ચૂંટણી પંચ અંગે ગઈકાલે સામે આવેલો અહેવાલ સાબિત કરે છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દેશના સૌથી મોટા દેશદ્રોહી છે. તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.

સરકાર નક્કી કરી રહી છે કે કોણ મતદાન કરશે  

તેઓ ભારતની લોકશાહી માટે ખતરો છે. આપણા દેશમાં લોકશાહીનો અર્થ  હતો કે જનતા સરકારને ચૂંટશે. પરંતુ જ્યારથી જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે, ત્યારથી સરકાર નક્કી કરી રહી છે કે કોણ મતદાન કરશે અને કોણ નહીં.

ચૂંટણી કમિશનરોની નિમણૂકના કાયદામાં સુધારો જરૂરી 

આ ઉપરાંત સીજેપી નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકાએ જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી હતી. તેમણે ખુલાસો કરવાની માંગ કરી હતી કે તેમણે કોના આદેશ પર કામ કર્યું હતું અને સર્ચ કમિટી (SIR)ની પ્રક્રિયા અટકાવવાની હાકલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી કમિશનરોની નિમણૂકને લગતા કાયદામાં સુધારો થવો જોઈએ.