Mon Sep 07 2026

Logo

કેન્દ્ર સરકારની સ્પષ્ટતા, ચીનની સેના ભારતમાં પ્રવેશી હોવાનો દાવો ખોટો

2026-07-07 16:09:00
Author: Chandrakant Kanoja
કેન્દ્ર સરકારની સ્પષ્ટતા, ચીનની સેના ભારતમાં પ્રવેશી હોવાનો દાવો ખોટો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા ચીનની સેના ભારતમાં 60 કિલોમીટર સુધી પ્રવેશી ચૂકી હોવાના દાવાને ખોટો ગણાવ્યો છે. આ અંગે સોશિયલ મીડિયા પર વિડીયો જોવા મળ્યો હતો. 

પીઆઇબી ફેફટ ચેકના માધ્યમથી સ્પષ્ટતા કરવામાં આવી જેમાં એવા સમાચાર આવ્યા હતા કે અરુણાચલ પ્રદેશના ઉપરી સુબાંસરીના તકસિંગ વિસ્તારમાં ચીનની સેના 60 કિલોમીટર સુધી અંદર ધુસી છે અને નવો કેમ્પ બનાવી રહી છે. જેની બાદ પીઆઇબી ફેફટ ચેકના માધ્યમથી સ્પષ્ટતા કરવામાં આવી હતી.

વિડીયો ભ્રામક અને ખોટો 

પીઆઇબીએ આ સમગ્ર વિડીયોની તપાસ કરીને જણાવ્યું  હતું કે, સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ આ વિડીયોને ભારત ચીન સીમા સાથે કોઇ લેવા દેવા નથી. તેમજ તેને ચીન દ્વારા ભારતના ઘૂસણખોરી તરીકે શેર કરવામાં આવી રહ્યો છે જે ભ્રામક છે અને ખોટો  છે. 

સીમા સુરક્ષા જેવા મુદ્દાઓ પર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખો 

ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન સીમા વિવાદ હંમેશા સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. જેના પગલે આ અંગેના કોઇ પણ માહિતી સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ જતી હોય છે. તેમજ સરકાર આ મુદ્દે લોકોને અપીલ કરી છે કે સીમા સુરક્ષા જેવા મુદ્દાઓ પર માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખો.