Thu Sep 03 2026

Logo

ઈબોલા રોગના ભયના પગલે દિલ્હીમાં યોજાનારી ભારત-આફ્રિકા ફોરમ સમિટ મુલતવી

2026-05-21 19:17:57
Author: Chandrakant Kanoja
ઈબોલા રોગના ભયના પગલે દિલ્હીમાં યોજાનારી ભારત-આફ્રિકા ફોરમ સમિટ મુલતવી

નવી દિલ્હી: આફ્રિકાના દેશોમાં ઈબોલા રોગના વધતાં ફેલાવાના પગલે ભારત આફ્રિકા ફોરમ સમિટ મુલતવી રાખવામાં આવી છે. આ અંગે ભારત અને આફ્રિકન યુનિયન સંમત થયા છે.તેમજ જણાવ્યું છે કે હાલની સ્થિતીના પગલે  ચોથી ભારત-આફ્રિકા ફોરમ સમિટ પછી યોજવામાં આવશે. ભારત 28 થી 31 મે 2026 દરમિયાન નવી દિલ્હીમાં ચોથી ભારત-આફ્રિકા ફોરમ સમિટ (IAFS-IV)નું આયોજન કરવાનું હતું.

આ સમિટ 10 વર્ષ બાદ યોજાવાની હતી

ભારત-આફ્રિકા ફોરમ સમિટનો  ઉદ્દેશ બે દેશોની ભાગીદારીને મજબૂત બનાવવાનો અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ વધારવા માટે એક રોડમેપ બનાવવાનો  છે. આ સમિટ 10 વર્ષ બાદ યોજાવાની હતી. આ પૂર્વે તે વર્ષ 2008, 2011 ને 2015 માં યોજાઈ હતી.

ઇબોલા સંબંધિત એડવાઇઝરી જાહેર કરી

આ ઉપરાંત આજે  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારતીય બંદરો, એરપોર્ટ અને સરહદી સ્થળોએ ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી આવતા મુસાફરો માટે ઇબોલા સંબંધિત એડવાઇઝરી જાહેર કરી હતી. આ અંગે દેશના તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટને એડવાઈઝરી મોકલી દેવામાં આવી છે. WHO દ્વારા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો અને યુગાંડામાં ફેલાયેલા ઈબોલા વાયરસને પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઈન્ટરનેશનલ કંસર્ન જાહેર કર્યા બાદ મોદી સરકાર પણ આના પર સતત વૉચ રાખી રહી છે.