ભારતમાં સપ્ટેમ્બર મહિનો શરૂ થતા જ ખાસ કરીને ઉત્તર ભારતમાં સવારે ઠંડીનું આગમન થવા લાગ્યું છે. જો કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હજુ નબળુ પડતું નથી દેખાઇ રહ્યું, હવામાન વિભાગે (IMD) 7 સપ્ટેમ્બરે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
મહારાષ્ટ્ર, ગુજરાતમાં વરસાદની શક્યતા
મહારાષ્ટ્રમાં 7 થી 12 સપ્ટેમ્બર દરમિયાન કોંકણ અને ગોવાનાં ઘણાં ભાગોમાં વરસાદ થઈ શકે છે. ગુજરાત ક્ષેત્ર, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ કેટલીક જગ્યાએ વરસાદનું અનુમાન છે. કોંકણ તટ પર કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. મુંબઈમાં 7 સપ્ટેમ્બરે મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.
આ ખેડૂતે કેમ પોતાના જ ખેતરમાં ગાયો છોડી? | Amreli News | Gujarat
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 6, 2026
સાવરકુંડલામાં દોઢ મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત અતિશય કફોડી બની છે. પાણીના અભાવે કપાસ અને મગફળીનો ઊભો પાક સુકાઈ જતાં ખેડૂતે ભારે હૈયે પોતાના ખેતરમાં જ ગાયોને ચરવા મુક્ત મૂકી દીધી છે. લાચારી અને વેદના… pic.twitter.com/IyluFWMzDM
કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પહાડી રાજ્યમાં ભારે વરસાદની સાથે ભૂસ્ખલનનું જોખમ પણ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ પર બનેલા હળવા દબાણના ક્ષેત્ર અને ઇન્ડો-ગેંગેટિક પ્લેનમાં સક્રિય ટ્રફને કારણે ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતમાં ચોમાસાની ગતિવિધિઓ ચાલુ છે. આગામી કેટલાક દિવસોમાં ઘણાં રાજ્યોમાં ગાજવીજ, વીજળી પડવા અને ભારે પવન સાથે વરસાદ પડવાનું અનુમાન છે.
દિલ્હી-NCRમાં ભારે પવન, વરસાદનું એલર્ટ
દિલ્હીમાં 7 સપ્ટેમ્બરે આકાશમાં વાદળો છવાયેલા રહેવાની સાથે મધ્યમ વરસાદ અને ગાજવીજની સંભાવના છે. આ દરમિયાન 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તેજ પવનો ફૂંકાઈ શકે છે. રાજધાનીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે.
ઉત્તરાખંડમાં લેન્ડસ્લાઇડનો ખતરો
ઉત્તરાખંડમાં 7 સપ્ટેમ્બરે ઘણા વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે. આ ઉપરાંત 10 થી 12 સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોમાં મોનસૂની ગતિવિધિઓ તીવ્ર રહી શકે છે. દેહરાદૂન, હરિદ્વાર, ઋષિકેશ, રૂડકી, નૈનીતાલ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. પહાડી ક્ષેત્રોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનનું જોખમ રહેલું છે.
દક્ષિણ ભારતમાં હળવો વરસાદ
દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં વરસાદની ગતિવિધિઓ અપેક્ષાકૃત નબળી રહી શકે છે. 7 થી 12 સપ્ટેમ્બર વચ્ચે તટીય આંધ્ર પ્રદેશ અને યનમ, તટીય કર્નાટક, કેરળ અને માહે, કર્ણાટકના આંતરિક ભાગો, તમિલનાડુ, પુડ્ડચેરી અને કરાઈકલ તથા તેલંગાણામાં કેટલીક જગ્યાએ વરસાદ થઈ શકે છે.