Tue Sep 15 2026

Logo

iCloud Scam: આઈફોન યુઝર્સ માટે રેડ એલર્ટ! સ્ટોરેજ ફૂલ થવાનો ઈમેલ આવે તો ક્લિક કરતા પહેલા સો વાર વિચારજો...

2026-04-16 20:32:00
Author: Darshana Visaria
iCloud Scam: આઈફોન યુઝર્સ માટે રેડ એલર્ટ! સ્ટોરેજ ફૂલ થવાનો ઈમેલ આવે તો ક્લિક કરતા પહેલા સો વાર વિચારજો...

આઈફોન યુઝર્સ હાલમાં સાઈબર ક્રિમીનલ્સના નિશાના પર છે. હેકર્સ આઈફોન યુઝર્સના પાસવર્ડ, બેંકિંગ વિગતો અને પર્સનલ ડેટા ચોરી કરવા માટે 'આઈક્લાઉડ સ્ટોરેજ ફૂલ' હોવાના નામે નવો સ્કેમ કરી રહ્યા છે. જો તમે પણ આઈફોન વાપરો છો, તો એક નાનકડી ભૂલ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી વિસ્તારથી... 

સાયબર એટેકર્સ એપલના ઓફિશિયલ બ્રાન્ડિંગનો ઉપયોગ કરીને યુઝર્સને ઈમેલ મોકલાવીને ડરાવી રહ્યા છે. આ સ્કેમ એટલી સફાઈથી કરવામાં આવે છે કે સામાન્ય યુઝર માટે અસલી અને નકલી વચ્ચેનો તફાવત પારખવો મુશ્કેલ બની જાય છે. જો તમે પણ આ સ્કેમથી બચવા માંગો છો તો અહીં કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે સરળતાથી આ સ્કેમથી બચી શકો છો. 

વાત કરીએ આ સ્કેમ કઈ રીતે થાય એની તો આ સ્કેમમાં સ્કેમર્સ આઈફોન યુઝરને એક ઈમેલ મળે છે જેમાં લખ્યું હોય છે કે તમારું આઈક્લાઉડ સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે. જો તેને 48 કલાકમાં અપગ્રેડ નહીં કરવામાં આવે તો તમારા ફોટા, વીડિયો અને બેકઅપ ફાઇલ્સ કાયમી ધોરણે ડિલીટ થઈ જશે. 

સ્કેમર્સ દ્વારા આ ઈમેલમાં સ્ટોરેજ વધારવા માટે એક લિંક કે બટન પણ આપવામાં આવે છે. આ બટન પર ક્લિક કરતા જ યુઝર એક ફિશિંગ પર પહોંચી જાય છે. ફિશિંગ વેબસાઈટ પર જ્યારે યુઝર પોતાની બેંકિંગ ડિટેલ્સ કે એપલ આઈડી પાસવર્ડ નાખે છે, ત્યારે તે ડિટેઈલ્સ સીધી હેકર્સ પાસે પહોંચી જાય છે.

સ્કેમથી બચવા આટલું કરો

1. ઈમેલ પર વિશ્વાસ કરવાને બદલે તમારા આઈફોનનr સેટિંગ> તમારું નામ>iCloudમાં જઈને જાતે સ્ટોરેજ ચેક કરો.
2. કોઈપણ શંકાસ્પદ ઈમેલ કે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરશો નહીં. એપલ ક્યારેય પેમેન્ટ માટે વારંવાર ઈમેલ મોકલીને પ્રેશર કરતું નથી.
3. ઈમેલ મોકલનારનું ઓફિશિયલ એડ્રેસ બરાબર તપાસો. ઘણીવાર તે એપલ જેવું જ દેખાતું ફેક એડ્રેસ હોઈ શકે છે.