Wed Aug 19 2026

Logo

હૈદરાબાદની નાલસર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં CJI સૂર્યકાંતને આમંત્રણ અપાતા વિવાદ

2026-08-09 16:34:13
Author: Chandrakant Kanoja
Article Image

હૈદરાબાદ: હૈદરાબાદમાં નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (NALSAR) યુનિવર્સિટીમાં યોજાયેલા દીક્ષાંત સમારોહમાં CJI સૂર્યકાંતને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણના લઇને વિવાદ સર્જાયો છે. જેમાં સ્નાતક વિદ્યાર્થીઓના એક જૂથે વિરોધ કર્યો છે.

વહીવટીતંત્રને પત્ર લખીને વિરોધ વ્યક્ત કર્યો 

આ અંગે મળતી માહિતી મુજબ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના એક જૂથનો દાવો છે કે CJIના તાજેતરના નિવેદનોએ શૈક્ષણિક સ્વતંત્રતા અને બંધારણીય જવાબદારીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે યુનિવર્સિટી વહીવટીતંત્રને પત્ર લખીને આ નિર્ણય અંગે વિરોધ વ્યક્ત કર્યો છે.

નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી 

આ  જૂથે યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર, ફેકલ્ટી અને વહીવટીતંત્રને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. હાલના નિવેદન બાદ વિદ્યાર્થીઓ દલીલ કરે છે કે મુખ્ય ન્યાયાધીશને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવા એ બંધારણીય જવાબદારી અને શૈક્ષણિક સ્વતંત્રતાના મૂલ્યોની વિરુદ્ધ છે.

ડિગ્રીઓ શૈક્ષણિક અને ભાવનાત્મક મહત્વ ધરાવે છે 

યુનિવર્સિટીને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓએ લખ્યું છે કે, કોકરોચ કહેવાથી લઈને અસંવેદનશીલ ટિપ્પણીઓ કરવા સુધી જેમ કે દાવો કરવો કે તેમની પાસે પોલીસ બર્બરતાના વીડિયો જોવાનો સમય નથી. સીજેઆઈ એ અમારા જેવા વિદ્યાર્થીઓ પ્રત્યે ઉદાસીનતા દર્શાવી છે. તેમને અમારી કોલેજમાં આમંત્રણ આપવું અને તેમના હાથથી ડિગ્રીઓ મેળવવી યોગ્ય નથી. કારણ કે આ ડિગ્રીઓ અમારા માટે ખૂબ જ શૈક્ષણિક અને ભાવનાત્મક મહત્વ ધરાવે છે .