Sat Sep 05 2026

Logo

હૈદરાબાદમાં LPG ગેસના કાળાબજારનો પર્દાફાશ: 10 લોકો પકડાયા, 414 સિલિન્ડર જપ્ત

2026-03-30 17:38:37
Author: Vimal Prajapati
હૈદરાબાદમાં LPG ગેસના કાળાબજારનો પર્દાફાશ: 10 લોકો પકડાયા, 414 સિલિન્ડર જપ્ત

હૈદરાબાદ: તેલંગણા પોલીસે રાંધણ ગેસના કાળા વેપાર સામે મોટી કાર્યવાહી કરી છે. હૈદરાબાદમાં ગેસની કાળા બજારી કરતા 10 વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવી છે. આ સાથે 414 સિલિન્ડરો પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી ગેરકાયદે ગેસનો વેપાર કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ લોકો ખૂબ જ ઊંચી કિંમતે ગેસના બાટલાનું વેચાણ કરી રહ્યાં હતાં. અત્યારે આ 10 લોકો સામે આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. 

હૈદરાબાદ પોલીસે દરોડા પાડવામાં આવ્યા

આ કાર્યવાહી હૈદરાબાદ પોલીસના સ્પેશિયલ ટીમે કરી હતી, જેમણે લાંબા સમયથી આ માફિયા પર નજર રાખી રહ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં સ્થાનિક વેપારીઓ અને વિતરણકર્તાઓનો સમાવેશ થાય છે. પોલીસે તેમના કોઠારો અને વાહનોમાંથી આ વિશાળ જથ્થો જપ્ત કર્યા છે. આ ઉપરાંત, અન્ય સામગ્રી અને દસ્તાવેજો પણ મળી આવ્યાં છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મોહમ્મદ અમીર, મોહમ્મદ યુસુફ, મોહમ્મદ ઈસ્માઈલ, એ. રામારાવ, લવ કુમાર, મોહમ્મદ સકરુદ્દીન, મોહમ્મદ, મો.મિનાઈ અંસારી અને રાજેશ પાલની ધરપકડ કરી લીધી છે. 

રૂપિયા 21.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

આ સાથે આ લોકોને ગેસના કાળા વેપાર માટે જેણે પોતાનું ઘર ભાડે આપ્યું હતું તેવા રામ રાજ સિંહની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. કાર્યવાહીની વાત કરવામાં આવે તો, કુલ 414 ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે, જેની કિંમત રૂપિયા 21,88,000 છે. પોલીસ ટીમે આ કાર્યવાહી હાથ ધરીને ગેસના કાળાબજારનો અંત લાવવામાં આવ્યો છે. આ પહેલા પણ આવી જ રીતે ગેસની કાળા બજારી કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન 459 સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા હતા.