પતિ-પત્નીનો સંબંધ એ માત્ર સામાજિક કરાર નથી, પરંતુ સનાતન પરંપરામાં તેને અત્યંત પવિત્ર અને ઊંડો સંબંધ ગણાવવામાં આવ્યો છે. શાસ્ત્રો મુજબ, આ સંબંધ એક રથના બે પૈડાં સમાન છે, જેમાંથી જો એક પણ કામ કરવાનું બંધ કરે તો સંસારની ગાડી આગળ વધી શકતી નથી અને ડિરેઈલ થઈ જાય છે. ચાલો જોઈએ આખરે પતિ-પત્નીનો સંબંધ કેવો હોવો જોઈએ અને એની શું ખાસિયત હોવી જોઈએ...
આજના સમયમાં જ્યારે છૂટાછેડાના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે 'નિઃસ્વાર્થ સમર્પણ' અને 'સમજણ' જેવા પૌરાણિક મૂલ્યો વધુ મહત્ત્વના બન્યા છે. જો પતિ-પત્ની એકબીજાને પ્રતિસ્પર્ધી માનવાને બદલે શિવ-પાર્વતીની જેમ એકબીજાનું અસ્તિત્વ પૂર્ણ કરનારા માને, તો દાંપત્ય જીવન સ્વર્ગ સમાન બની શકે છે. વેદો અને શાસ્ત્રોમાં પતિ-પત્નીના પ્રેમને માત્ર આકર્ષણ નહીં, પરંતુ 'વાત્સલ્ય' અને 'નિઃસ્વાર્થ સમર્પણ' તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. પરંતુ આજના સમયમાં અનેક કપલ્સ હસબન્ડ-વાઈફની રિલેશનશિપ કેવી હોવી જોઈએ એની જાણકારી નથી હોતી. આજે આપણે સ્ટોરીમાં આ વિશે જ વાત કરીશું.

*પ્રેમની આ છે સાચી વ્યાખ્યા...*
અથર્વવેદના મંત્ર મુજબ, સ્ત્રી અને પુરુષે એકબીજાને એવો પ્રેમ કરવો જોઈએ જેવો એક માતા પોતાના પુત્રને કરે છે. આ પ્રેમ નિઃસ્વાર્થ અને કોઈ પણ અપેક્ષા વગરનો હોવો જોઈએ, જેમાં માત્ર એકબીજાના કલ્યાણની ભાવના હોય. જેમ યજ્ઞની વેદી પર રાખેલી હાંડી સ્થિર રહે છે, તેમ દંપતીએ પણ મુશ્કેલીના સમયમાં પોતાના ધર્મ અને કર્તવ્ય પર અટલ રહેવું જોઈએ.
*હેપ્પી મેરિડ લાઈફ માટેના આ છે સિક્રેટ્સ:*
વાત કરીએ હેપ્પી મેરિડ લાઈફના સિક્રેટ્સની તો હેપ્પી મેરિડ લાઈફ માટે સંબંધમાં પ્રેમ હોવો તો જરૂરી જ છે, પણ એની સાથે સાથે સુખી વૈવાહિક જીવન માટે બીજી પણ કેટલીક બાબતો ખૂબ જ જરૂરી હોય છે. ચાલો એક નજર કરીએ આ બાબતો પર...
*સંપૂર્ણ સ્વીકાર:* એકબીજાને કોઈ પણ શરત વગર સ્વીકારવા એ જ સાચો પ્રેમ છે.
*અહંકારનો ત્યાગ:* સંબંધમાં જ્યારે 'હું'ને બદલે 'આપણે'ની ભાવના આવે અને અહંકાર છોડીને સંબંધને પ્રાથમિકતા અપાય, ત્યારે તે અતૂટ બને છે.
*પૂરક બનવું, પ્રતિસ્પર્ધી નહીં:* ભગવાન શિવ અને માતા પાર્વતીનો સંબંધ શીખવે છે કે પતિ-પત્ની એકબીજાના પૂરક છે.
*ત્યાગ અને સમર્પણ:* ભગવાન રામ અને માતા સીતાનું જીવન વિશ્વાસ, સન્માન અને ધર્મ પાલનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જ્યાં પ્રેમનો આધાર સમર્પણ છે.

છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે ચોક્કસ શેર કરજો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.