Sun Jun 28 2026

Logo

'ઈશ્ક કમિના' ગીત પર દર્શકોએ કરી દિલ ખોલીને કોમેન્ટ, સ્પષ્ટ કહી દીધુ શાહરૂખ વાળું વધારે સારૂ હતું

2026-06-28 17:31:24
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ વેબ સિરિઝ પર દમદાર એક્ટિંગથી છવાઈ ગયેલી એક્ટ્રેસ હુમા કુરેશી ફરી એકવાર ફિલ્મી પદડે આવી રહી છે. તેની ફિલ્મ 'બેબી ડુ, ડાઈ ડુ' ટૂંક જ સમયમાં રિલીઝ થવાની છે. આ પહેલા મેકર્સને 'ઈશ્ક કમિના' ગીત રિલીઝ કર્યું છે. આ એ જ ગીત છે જે એક સમયે ઐશ્વર્યા અને શાહરૂખ ખાન પર રેકોર્ડ કરવામાં આવ્યું હતું. હુમા કુરેશીના મુવ્ઝ દમદાર છે પણ આ સાંભળીને દર્શકોને ઓરિજિનલ ગીતની યાદ આવી ગઈ હતી. રીક્રિએટ થયેલા ગીત સાથે ઓરિજિનલની સરખામણી કરતા લોકોએ આ ગીત પર પોતાની પ્રતિક્રિયા ઠાલવી હતી. 'ઈશ્ક કમિના' ગીત વર્ષ 2002માં આવ્યું હતું. ક્લાસિક કલ્ટ ગીતને એક નવા અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. હુમા આ ગીતમાં મસ્ત ડાન્સ કરતી જોવા મળે છે પણ દર્શકોને એને જોઈને ઐશ્વર્યા યાદ આવી ગઈ હતી. 

રીક્રિએટ કરવાનો ટ્રેન્ડ
ગીતમાં જે રીતે શાહરૂખ અને ઐશ્વર્યાની કેમેસ્ટ્રી બતાવવામાં આવી છે એવી મજા નવા ગીતમાં નથી. નવા ગીતમાં હુમા સાથે રચીતસિંહ છે. આ ગીતમાં પણ બન્ને વચ્ચે એક ટ્યુનિંગ સેટ કરવામાં આવ્યું છે. પણ જે ફીલ ઓરિજિનલ ગીતમાં આવે છે એવી મજા નવી આવતી દેખાતી નથી. ગ્લેમર, મસ્તીભર્યો અંદાજ, નોટી લૂક્સ, ગ્લેમર અને ડાન્સ મુવ સાથે ગીત તૈયાર કરાયું છે. આ એક સ્ટાઈલીશ સેલિબ્રેશનનો નવો અવતાર છે. સિક્વલ ફિલ્મના સિલસિલા સાથે હવે જુના ગીતને રીક્રિએટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ પહેલા વેકલમનું ગીત 'તેરા શરાફા...કિયા કિયા'નવી ફિલ્મમાં રીક્રિએટ કરાયું છે. હુમાએ પણ દિલ ખોલીને આ ગીતમાં ડાન્સ કર્યો છે. રચિતની એન્ટ્રી પણ દમદાર છે. ગીત રિલીઝ થતા જ લોકોએ આ ગીત પર નકારો કરી દીધો હતો. ગીતના કોમેન્ટ બોક્સમાં ગીતના વખાણ કર્યા પણ ઓરિજિનલ ગીતની મહેતનો ભાર દઈને ઉલ્લેખ કર્યો છે.એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, આને પણ ખબર નથી કે, ગીત કેટલું ખરાબ બનાવી દીધું...બોલિવૂડના સારા એવા ગણાતા ગીતને ખરાબ કરી નાખ્યું. 

યુઝર્સની કોમેન્ટમાં ભડાશ
એક યુઝરે એવું લખ્યું કે, શાહરૂખ ઐશ્વર્યાની આસપાસ પણ પહોંચ્યું નથી આ ગીત. આવું ન કરો અને મહેરબાની કરીને આવી બેઈજ્જતી કેમ કરો છો?સમગ્ર ગીતના પ્રોજેક્ટ પર હુમાએ કહ્યું હતું કે, જ્યારે આ ગીત મારી પાસે આવ્યું એ સમયે અમે સૌ આને કરવા માટે ઉત્સાહી હતા. આ ગીત અમે સૌ ખુશ હતા. 'ઈશ્ક કમિના' એક મોટું ગીત છે, દરેક વ્યકિત કોઈના કોઈ પ્રસંગે આના પર ડાન્સ કરીને ખુશ થયો હશે.પણ આની સાથે હવે એક મોટી જવાબદારી પણ આવી છે. અમે નર્વસ હતા, પણ ઓરિજિનલ ગીતની નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યા ન હતા. અમે અમારો પોતાનો એક અંદાજ લાવવા માગતા હતા. આ સાથે એક અલગ સેલિબ્રેશન કરી રહ્યા હતા. રેમો સરનું અમારા માટે આ ગીતને કોર્યોગ્રાફ કરવું આ કારણે ગીત વધારે ખાસ બની ગયું છે. આ ગીતની કોર્યોગ્રાફી રેમો ડીસૂઝાએ કરી છે. એના ખાસ મુવ્ઝને કારણે વિઝ્યુઅલ્સમાં એક દમદાર ઇફેક્ટ આવી છે. 

ઓરિજિનલ જેવી મજા નહીં
નચિકેત સામંત દ્વારા દિગ્દર્શિત અને 'સલીમ સિબલિંગ્સ પ્રોડક્શન' દ્વારા 'પુણે 04 ફિલ્મ્સ' સાથે મળીને, ફિલ્મ 'બેબી દો ડાઇ ડુ' તા.3 જુલાઈ, 2026 ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સિકંદર ખેર, ચંકી પાંડે, રચિત સિંહ, મરુધા શેખાવત, વિદ્યા માલવડે, અરુણ કુશવાહા અને હિમાંશુ મલિક છે. ફિલ્મનું એક ગીત 'ટિપ્સ મ્યુઝિક' દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે.વાત હુમા કુરેશીની કરવામાં આવે તો એક ચોક્કસ સમયગાળા બાદ હુમાએ બિગ સ્ક્રિન પર કમબેક કર્યું છે.આ ગીતમાં તેનો એક અલગ અવતાર જોવા મળે છે. ગીતનું સંગીત પણ સારૂ છે પણ દર્શકોને પહેલાના ઓરિજિનલ ગીત જેવી ફીલ નથી આવતી એ પણ હકીકત છે.