Tue May 05 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટમાંથી શા માટે દૂર જઈ રહ્યા છે જહાજ? અમેરિકાનો દાવો ફરી એકવાર ચર્ચામાં

Tehran   2026-05-05 20:04:06
Author: mumbai samachar team
Article Image

તેહરાનઃ હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાન પોતાના નિયંત્રણો વધારવાના પ્રયાસમાં છે.આ માહોલ વચ્ચે મંગળવારે દુબઈ પાસે હજારોની સંખ્યામાં જહાજ ભેગા થયા હતા. આ પાછળનું કારણ એ છે કે, જહાજ હવે બંધ પડેલા હોર્મુઝથી દૂર જઈ રહ્યા છે. ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ હવે નબળું પડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. બન્ને દેશ વચ્ચે ગોળીબાર થઈ રહ્યા છે બીજી તરફ અમેરિકાએ કહ્યું કે, અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો ખોલી દીધો છે. રિપોર્ટ અનુસાર બે અમેરિકી જહાજ પર્શિયન ગલ્ફમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ક્રૂ મેમ્બર્સે જણાવ્યું હતું કે, રેડિયો બ્રોડકાસ્ટની મદદથી ચેતવણી આપવામાં આવી હતી. 

નવી દરિયાઈ સીમા લાગુ
ઈરાનના ગાર્ડ તરફથી નવી દરમિયાઈ સીમા લાગુ કરી દેવાઈ છે. ઈરાને ફુજૈરા પોર્ટ પર હુમલો કર્યા બાદ મિડલ ઈસ્ટમાં વાતાવરણ ડહોળાઈ રહ્યું છે. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે, ઈરાન પોતાનો કંટ્રોલ આ વિસ્તારમાં વધારી રહ્યો છે. શરૂઆતમાં જ્યારે હોર્મુઝ બંધ થયું એ સમયે જહાજ યથાવત રહ્યા હતા પછી ક્રીકમાં પરવિહન ઠપ થતા જહાજ ફસાયેલા પડ્યા હતા. ઈરાને નક્કી કરેલા સમુદ્રી વિસ્તાર પર કંટ્રોલ વધારી દીધો છે. દુબઈના સમુદ્રી વિસ્તાર ઈરાન પર અંકુશ નથી. અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાં એક પ્રકારે સત્તા કંટ્રોલ કરવાના પ્રયાસમાં છે. અમેરિકા હોર્મુઝ પર પોતાનો કબજો કરવાની ફીરાકમાં છે. સામે પક્ષે ઈરાન આનો જવાબ આપી રહ્યો છે. આ જ સ્થિતિ તણાવ વધારે છે. જેની સીધી અસર જહાજ પર થાય છે. 

9 અઠવાડિયાથી બંધ છે હોર્મુઝ
છેલ્લા 9 અઠવાડિયાથી હોર્મુઝ સ્ટ્રેટ ચિંતાનું મોટું કારણ બની રહેલો જળમાર્ગ છે. જહાજની અવરજવર સતત ઘટી રહી છે. જે જહાજ ત્યાં છે એ પણ સુરક્ષિત વિસ્તાર જોઈને ખસી જવાના મૂડમાં છે. દર વખતે કંટ્રોલને લઈને બે દેશના વલણ બદલી જતા જહાજને નીકળવું મુશ્કેલ બને છે. હાલમાં તો અહીંયાથી નીકળતા જહાજની સંખ્યા નહીવત થઈ ચૂકી છે. યુદ્ધ ન હતું એ સમયે આ જળમાર્ગમાંથી દૈનિક ધોરણે 135 જેટલા જહાજ પસાર થતા હતા. હોર્મુઝને લઈને બે દેશના વલણને કારણે જહાજો દુબઈ તરફના સમુદ્રી વિસ્તારને સુરક્ષિત માની રહ્યા છે. જોકે, ફુજૈરા પર થયેલા હુમલા બાદ ફરી એકવાર મિડલ ઈસ્ટમાં માહોલ ગરમાયો છે. 

આર્થિક સ્થિતિ બગડવાના એંધાણ
ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલામાં સંયુક્ત આરબ અમીરાત (UAE) ના તેલ મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં ત્રણ ભારતીયો ઘાયલ થયા છે. વળતા જવાબમાં અમેરિકાએ ઈરાનની છ નાની બોટ ડૂબાડી દીધી છે. એવો અમેરિકાનો દાવો છે.ટ્રમ્પ વહીવટીતંત્રે આ હુમલાને સીઝફાયરનું ઉલ્લંઘન ગણાવીને ઈરાનને વિનાશક પરિણામો ભોગવવાની કડક ચેતવણી આપી છે. ઈરાન અમેરિકા વચ્ચેના યુદ્ધની સ્થિતિને કારણે સમગ્ર એશિયાના રાષ્ટ્રની માથે જાણે માઠી બેઠી હોય એવો માહોલ જોવા મળ્યો છે. એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરની જાહેરાત થઈ હતી.