Wed May 06 2026

Logo

'તુંબાડ 2'માં આલિયા ભટ્ટની એન્ટ્રી, ગાલા ઈવેન્ટમાં જતા પહેલા ખતમ કરશે શુટિંગ

2026-05-05 22:08:20
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ સોહમ શાહ અને નવાઝુદ્દિન સિદ્દીકીની ફિલ્મ 'તુંબાડ 2'માં આલિયા ભટ્ટની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં તે લીડ રોલ પ્લે કરવા જઈ રહી છે.તુંબાડ ફિલ્મનો બીજો ભાગ હવે તૈયાર થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ફિલ્મના બીજા ભાગમાં નવાઝુદ્દિન સિદ્દીકી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેનો એક અલગ અવતાર જોવા મળશે. દર્શકો પણ બીજાભાગની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. 

આલિયા ભટ્ટ ફાઈનલ
આ ફિલ્મમાં એક્ટ્રેસને લઈ ઘણા સમયથી શોધ ચાલું હતી. આ પહેલા પણ કેટલીક એક્ટ્રેસના નામ સામે આવ્યા હતા પણ મેકર્સ તરફથી કંઈ નક્કી ન હતું.આલિયાનો આ ફિલ્મમાં જબરદસ્ત રોલ હશે. જોકે, ફિલ્મમાં એનો સ્ક્રિન ટાઈમ લિમિટેડ છે. ફિલ્મની સ્ટોરીના હિસાબથી આલિયાનો રોલ ઘણો મહત્ત્વનો લખાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મેકર્સને એક એવા કલાકારની જરૂરી હતી જે લિમિટેડ સ્ક્રિન ટાઈમમાં સ્ક્રિન પર  પોતાની હાજરીની છાપ છોડીને જાય.આ સાથે એક રહસ્ય પણ ઊભું કરી દે.આલિયા આ ફ્રેમમાં સૌથી વધારે ફીટ બેસે છે. મેટ ગાલા ઈવેન્ટમાં હાજરી આપતા પહેલા તે ફિલ્મનું પ્રાયમરી શુટિંગ ખતમ કરશે અને પછી મેટ ગાલા માટે અમેરિકા જવા નીકળશે.

ગાલા ઈવેન્ટ માટે રવાના થશે
શુટિંગમાં ઘણી બારીકી પર કામ કરવામાં આવી રહ્યું છે. સૂત્રોએ ત્યાં સુધી કહ્યું કે,બે દિવસ આલિયાનું શુટિંગ શેડ્યુલ છે પણ ક્યા સીનથી શરૂઆત કરશે એ કહેવું મુશ્કેલ છે, જોકે આ અંગે મેકર્સે પણ હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી. આ ફિલ્મ આવતા વર્ષે રીલિઝ થઈ રહી છે. 'તુંબાડ' ફિલ્મ વર્ષ 2018માં આવી હતી. હવે તેનો બીજોભાગ બની રહ્યો છે. આ ફિલ્મને રી-રીલિઝ પણ કરવામાં આવી હતી. કલ્ટ ફિલ્મ બન્યા બાદ દર્શકોનો પ્રતિસાદ ઘણો સારો રહ્યો હતો. ફિલ્મની સ્ટોરી વિનાયક રાવની આસપાસ ફરે છે, જે પોતાના દીકરા સાથે એક રહસ્યમયી,જોખમી અને ખતરનાક સફર પર નીકળે છે. આ ફિલ્મ અનિલ રાહીએ બનાવી હતી. આલિયાની નવી ફિલ્મ 'આલ્ફા' પણ આવી રહી છે. શરવરી વાઘ પણ આ ફિલ્મમાં લીડ રોલ પ્લે કરી રહી છે. આ સિવાય 'લવ એન્ડ વૉર' નામની ફિલ્મ પણ છે, જે સંજય લીલા ભણસાલી તૈયાર કરી રહ્યા છે. તુંબાડ ફિલ્મના બીજાભાગથી આલિયા માટે ફરી એકવાર સ્ક્રિન પર છાપ ઊભી કરવાનો બેસ્ટ ચાન્સ છે.