આપણે સૌ દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી 'ફ્રેન્ડશિપ ડે' (Friendship Day) ઉજવીએ છીએ. દોસ્તોને ફ્રેન્ડશિપ બેન્ડ બાંધવા, પાર્ટી કરવી અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરવી એ આજના યુવાનો માટે સામાન્ય વાત છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ખાસ દિવસની શરૂઆત કેવી રીતે થઈ હતી? ફ્રેન્ડશિપ ડે પાછળની આ કહાની ખૂબ જ રોચક અને ચોંકાવનારી છે.
કમર્શિયલ સ્ટ્રગલથી શરૂ થઈ હતી સ્ટોરી
વાત છે વર્ષ 1930ની જ્યારે વિશ્વ વિખ્યાત 'હોલમાર્ક કાર્ડ્સ' (Hallmark Cards)ના સ્થાપક જોયસ હોલે સૌપ્રથમવાર ફ્રેન્ડશિપ ડે ઉજવવાનો વિચાર રજૂ કર્યો હતો. તેમનો મુખ્ય હેતુ લોકો એકબીજાને ગ્રીટિંગ કાર્ડ્સ મોકલે અને પ્રેમ વ્યક્ત કરે તે હતો. પરંતુ, તે સમયે લોકો ખૂબ જ જાગૃત હતા; તેમને લાગ્યું કે આ દિવસ ઉજવવો એ માત્ર કાર્ડ્સ વેચવાનો અને કંપનીઓ દ્વારા પૈસા કમાવવાનો એક વ્યાપારી ધંધો છે. પરિણામે, ૧૯૪૦ ના દાયકા સુધીમાં લોકોએ આ દિવસ ઉજવવાનું લગભગ બંધ જ કરી દીધું હતું.
1958માં આવ્યો સુંદર વળાંક અને 'વર્લ્ડ ફ્રેન્ડશિપ ક્રૂસેડ':
કહાનીમાં ટ્વીસ્ટ આવ્યું વર્ષ 1958માં, જ્યારે પરાગ્વે દેશના ડૉ. રામોન અર્તેમિયો બ્રાચો પોતાના મિત્રો સાથે ડિનર કરી રહ્યા હતા. ત્યારે તેમના મનમાં વિચાર આવ્યો કે જ્યારે મધર્સ ડે, ફાધર્સ ડે કે વેલેન્ટાઇન ડે ઉજવી શકાય છે, તો માનસાઈ, શાંતિ અને મિત્રતા માટે એક ખાસ દિવસ કેમ ન હોઈ શકે?
આ પવિત્ર વિચારમાંથી જ 'વર્લ્ડ ફ્રેન્ડશિપ ક્રૂસેડ' (World Friendship Crusade) સંસ્થાનો જન્મ થયો. આ સંસ્થાએ વિશ્વભરમાં મિત્રતા દ્વારા શાંતિ અને ભાઈચારો ફેલાવવા માટે વર્ષો સુધી સતત પ્રયત્નો કર્યા.
યુએન દ્વારા ક્યારે મળી અધિકૃત માન્યતા?
આ લાંબી મહેનતખર્ચ આખરે વર્ષ 2011માં રંગ લાવી, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations) દ્વારા અધિકૃત રીતે 30મી જુલાઈના "ઇન્ટરનેશનલ ડે ઓફ ફ્રેન્ડશિપ" તરીકે જાહેર કરવામાં આવ્યો. જોકે, ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં પરંપરાગત રીતે આજે પણ ઓગસ્ટના પહેલા રવિવારે જ ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવે છે.
ખરા અર્થમાં કહેવાનું થાય તો, લોહીનો સંબંધ ન હોવા છતાં જે વ્યક્તિ આપણને પરિવાર જેવી હૂંફ આપે અને સુખ-દુઃખમાં સાથ આપે તે જ સાચો મિત્ર છે. આ ફ્રેન્ડશિપ ડે માત્ર બેન્ડ બાંધવા પૂરતો મર્યાદિત ન રાખતા, આપણા એ ખાસ મિત્રનો દિલથી આભાર માનવાનો અવસર છે જેણે આપણું જીવન સુંદર બનાવ્યું છે.
https://www.instagram.com/reel/DbhWJQ8nIwi/?igsh=MWR3eDA1YmNjcnczeg==