Wed Sep 16 2026

Logo

હિમાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના, કાર પર ખડક પડતાં 13 લોકોના મોત

2026-07-24 17:47:30
Author: Chandrakant Kanoja
હિમાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના, કાર પર ખડક પડતાં 13 લોકોના મોત

 

લાહૌલ-સ્પિતિ: હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં  ગંભીર માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. જેમાં પહાડ નજીકથી પસાર થઇ રહેલા કાર  પર એક મોટો ખડક પડ્યો હતો.  

પહાડ  પરથી મોટા ખડકો ચાલતી કાર  પર પડ્યા 

આ અંગે લાહૌલ-સ્પિતિ પોલીસે અકસ્માતની પુષ્ટિ કરી છે. પોલીસની એક ટીમ હાલમાં ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.  આ ઘટના લાહૌલ ખીણથી આશરે 60 કિમી દૂર કુડુનાલા નજીક બની હતી. પહાડ  પરથી મોટા ખડકો ચાલતી કાર   પર પડ્યા હતા. જ્યારે  કાટમાળમાંથી એક વ્યક્તિને ઘાયલ હાલતમાં બચાવી લેવામાં આવ્યો હતો.

સુમો કારમાં  ડ્રાઈવર સહિત 15 લોકો સવાર હતા.

આ અંગે મળતી માહિતી મુજબ  સુમો કાર કુલ્લુથી પાંગી જઈ રહી હતી. તેનો ઉપયોગ ટેક્સી તરીકે થઈ રહ્યો હતો. તેમાં ડ્રાઈવર સહિત 15 લોકો સવાર હતા. વાહન કાધુનાલા વિસ્તારમાં રાહૌલી નજીક પહોંચતા જ અચાનક ટેકરી પરથી એક મોટો ખડક સીધો તેના પર પડ્યો હતો. જેના પગલે લોકો કારમાં જ દબાઈ ગયા હતા.  તેમજ મોટાભાગના મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું.

રાહત અને બચાવ કામગીરી શરૂ કરી

આ દુર્ઘટના અંગે માહિતી મળતા જ  પોલીસ, વહીવટીતંત્ર અને સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતા. 

 મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે

આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ  પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને મૃતદેહો પરિવારોને સોંપવામાં આવશે.