Sat May 16 2026

Logo

ક્યાંક તમે પણ તો નથી કરતા ને આ મોટી ભૂલ? ડોક્ટરોએ ઉચ્ચારી ગંભીર ચેતવણી...

2026-05-16 14:09:00
Author: Darshana Visaria
Article Image

આજકાલ સ્માર્ટફોનના વધતાં જતા ઉપયોગને કારણે મોટાભાગના લોકો વૉશરૂમ જતી વખતે પણ પોતાના સ્માર્ટફોનથી દૂર રહી શકતાં નથી. વોશરૂમમાં ટોઈલેટ સીટ પર બેસીને સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવાનું કે વીડિયો જોવાનું એ હવે કોમન સીન થઈ ગયું છે. જોકે, દેખાવમાં સામાન્ય લાગતી આ આદત પાચન તંત્ર અને રેક્ટલ હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે પણ આ વોશરૂમ જતી વથતે મોબાઈલ ફોન લઈ જાવ છો આ સ્ટોરી તમારા માટે જ છે. નિષ્ણાતોના મતે, રોજ ટૉયલેટ સીટ પર 10થી 15 મિનિટથી વધુ સમય પસાર કરવો ગંભીર બીમારીઓને નોતરે છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી...

ગેસ્ટ્રો અને જીઆઈ સર્જનોના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન કમોડ પર લાંબો સમય બેસી રહેવાથી રેક્ટમ અને એનસ એટલે કે ગુદાની આસપાસની નસો પર પ્રેશર વધારે છે. સામાન્ય સ્ક્વોટિંગ પોઝિશનની સરખામણીમાં વેસ્ટર્ન કમોડ પર બેસવાથી આ ભાગ પર સ્ટ્રેસ વધી જાય છે. સતત દબાણને કારણે નસોમાં સોજો આવે છે, જે આગળ જતાં પાઈલ્સ, અસહ્ય દુખાવો, ખંજવાળ કે સ્ટૂલ પાસ કરતી વખતે બ્લીડિંગની સમસ્યામાં પરિણમે છે.

શું વધારે સમય બેસવાથી પેટ સાફ થાય છે?
ઘણા લોકો કબજિયાતની ફરિયાદ હોવાને કારણે ટોઈલેટમાં લાંબો સમય બેસી રહે છે અને જોર લગાવે છે. પરંતુ ડૉક્ટરો ચેતવે છે કે આનાથી કબજિયાત મટવાને બદલે વધી જાય છે. વધારે જોર કરવાથી પેલ્વિક ફ્લોરની માંસપેશીઓ નબળી પડે છે અને બોવેલ મૂવમેન્ટ ખોરવાય છે, જેના લીધે એનલ ફિશર કે રેક્ટલ પ્રોલેપ્સ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

બચવા માટે શું કરશો? 
આ સમસ્યાથી બચવા માટે સૌથી પહેલાં વૉશરૂમમાં મોબાઈલ લઈ જવાનું બંધ કરવું જોઈએ. આ ઉપરાંત ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ વધારવું, દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું અને નિયમિત કસરત કરવી જરૂરી છે જેથી પાચન ક્રિયા સુધરે છે. જો તમને રોજ ટોઈલેટમાં 10 મિનિટથી વધુ સમય લાગતો હોય, દુખાવો કે બ્લીડિંગ થતું હોય તો તેને સામાન્ય માનીને અવગણવાને બદલે તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો, તેમ જ તેમને પણ આ ભૂલ કરતાં રોકો. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

વધુ જુઓ...