ચંદીગઢ: હરિયાણા વિધાનસભાના ચોમાસુ સત્રની તોફાની શરૂઆત થઈ છે. જેમાં વિપક્ષ કોંગ્રેસે સરકારને અનેક મુદ્દાઓ પર ગૃહની અંદર અને બહાર ઘેરી હતી. જેમાં વિપક્ષના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસ ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં વિપક્ષ નેતા ભૂપેન્દ્ર હુડ્ડાએ આક્ષેપ કર્યો હતો કે તેમની સાથે પણ ધક્કા-મુક્કી કરવામાં આવી હતી.
ઘણા ધારાસભ્યો ઘાયલ થયા હતા
કોંગ્રેસે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને રામ મંદિર દાન ચોરી જેવા મુદ્દાઓ સામે વિરોધ પ્રદર્શન કરવા માટે કૂચ કરી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પોલીસે ધારાસભ્યોને રોકવા માટે વિવિધ સ્થળોએ બેરિકેડ લગાવ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો, જેના પરિણામે ઘણા ધારાસભ્યો ઘાયલ થયા હતા.
કૂચના ફોટા અને વીડિયો શેર કર્યા
અ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાએ તેમના X હેન્ડલ પર કૂચના ફોટા અને વીડિયો શેર કર્યા છે.જેમાં પોલીસ બેરીકેડનો ઉપયોગ કરીને ધારાસભ્યોને રોકવાનો પ્રયાસ કરતી જોવા મળે છે.
પોતાના વિચારો વ્યક્ત કરવાનો બંધારણીય અધિકાર
તેમણે બીજી એક પોસ્ટમાં, હુડ્ડાએ કહ્યું, હું સરકારની આ દમનકારી નીતિની સખત નિંદા કરું છું. જંતર-મંતર પર હોય કે વિધાનસભા તરફ કૂચ દરમિયાન દેશના દરેક નાગરિક અને જનપ્રતિનિધિને પોતાના વિચારો વ્યક્ત કરવાનો બંધારણીય અધિકાર છે. તેમની સામે કોઈપણ સ્વરૂપમાં બળનો ઉપયોગ બંધારણ અને લોકશાહીની વિરુદ્ધ છે. પોલીસ જે રીતે મારી અને અન્ય ધારાસભ્યો સાથે દુર્વ્યવહાર કરી રહી હતી. તેનાથી એવું લાગતું હતું કે સરકારે પોલીસ ગણવેશમાં ગુંડાઓ મોકલ્યા છે.