જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ચોથી જૂનથી ગ્રહોની એક એવી અદ્ભુત અને શુભ જુગલબંધી શરૂ થઈ છે, જે કેટલીક રાશિના જાતકો માટે કિસ્મતના બંધ તાળા ખોલનારી સાબિત થશે. ચંદ્રદેવ મકર રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને તેના કારણે બ્રહ્માંડમાં અત્યંત પવિત્ર અને પ્રભાવશાળી 'સમસપ્તક રાજયોગ'નું નિર્માણ થયું છે.
દ્રિક પંચાંગ અનુસાર, આ સમસપ્તક રાજયોગ સાતમી જૂન સુધી રહેવાનો છે. ગુરુ અને ચંદ્રના આ સમસપ્તક યોગના કારણે પાંચ ખાસ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન, વેપારમાં મોટો પ્રોફિટ અને અચાનક ધન લાભ થવાના પ્રબળ સંકેતો મળી રહ્યા છે. આવો જાણીએ કે કઈ છે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ...
મેષઃ
મેષ રાશિના જાતકો માટે આ રાજયોગ કરિયરમાં પ્રગતિ અને આર્થિક લાભના નવા દ્વાર ખોલશે. જો તમારા પૈસા લાંબા સમયથી ક્યાંક અટકેલા કે ફસાયેલા હતા, તો તે આ સમયગાળામાં પરત મળી શકે છે. ભૂતકાળમાં કરેલા રોકાણમાંથી હવે બમ્પર વળતર મળવાના મજબૂત સંકેતો છે. નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર બોસ તરફથી પ્રશંસા મળશે અને નવી મોટી જવાબદારી કે પદ મળી શકે છે, જેનાથી બિઝનેસમેનોનું બેંક બેલેન્સ પણ ઝડપથી વધશે.
મીનઃ
મીન રાશિના લોકો માટે આ સમયગાળો નાણાકીય બચત વધારવા માટે ઉત્તમ સાબિત થશે. તમને આ દિવસોમાં પૂર્વજોની સંપત્તિ અથવા વારસામાંથી મોટો લાભ મળી શકે છે. જૂના રોકાણો હવે તમને ધાર્યા કરતા બમણો નફો આપશે. ખાસ કરીને જે લોકો વિદેશી કંપનીઓ સાથે વેપાર કરે છે અથવા મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે, તેમના માટે આ યોગ અણધારી અને મોટી આર્થિક સફળતા લઈને આવ્યો છે.
મકરઃ
ચંદ્રદેવ તમારી જ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને દેવગુરુ બૃહસ્પતિની તમારા પર સીધી કૃપા દ્રષ્ટિ છે. આ સંયોગ તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે અને તમારા ધન ભંડારને ભરી દેશે. આર્થિક તંગી અને તણાવમાંથી તમને મોટી રાહત મળશે અને તમારી બચતમાં સતત વધારો થશે. સમાજ અને ઓફિસ બંને જગ્યાએ તમારો પ્રભાવ અને માન-સન્માન વધશે. આ સમયે લેવાયેલા તમારા સાચા નિર્ણયો ભવિષ્યમાં મોટો આર્થિક ફાયદો કરાવશે.
કર્કઃ
ગુરુ હાલમાં તમારી જ રાશિમાં બિરાજમાન છે અને ચંદ્ર તમારા સાતમા ભાવમાં ગોચર કરી રહ્યા છે, જેથી આ સમસપ્તક યોગ તમારા માટે અતિશય ફળદાયી અને ભાગ્યશાળી સાબિત થવાનો છે. તમારી ભૌતિક સુખ-સુવિધાઓ અને વૈભવમાં મોટો વધારો થશે. આ દિવસોમાં તમને અચાનક અને અણધાર્યો ગુપ્ત ધન લાભ થઈ શકે છે. જો તમે પાર્ટનરશિપમાં કોઈ બિઝનેસ ચલાવો છો, તો આ સમયગાળા દરમિયાન તમને જબરદસ્ત નફો થવાની પૂરી સંભાવના છે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે પણ આ યોગ નસીબના સિતારા ચમકાવનારો સાબિત થશે. તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને કમાણીના નવા રસ્તા ખુલશે. જો તમે લાંબા સમયથી નવું વાહન કે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા હતા, તો આ સાતમી જૂન સુધીનો સમય તમારા માટે સર્વોત્તમ છે. બિઝનેસમેનો માટે વ્યાપાર વિસ્તરણની યોજનાઓ સફળ થશે, જ્યારે નોકરી કરનારાઓને પ્રમોશન અથવા સેલરી હાઈકના સારા સમાચાર મળી શકે છે.