Wed Sep 16 2026

Logo

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ, સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં 12-12 ઇંચ વરસાદથી જળબંબાકાર

2026-07-03 08:51:00
Author: Mayur Patel
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ, સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં 12-12 ઇંચ વરસાદથી જળબંબાકાર

Ai Image


અમદાવાદઃ હવામાન વિભાગ મુજબ, રાજ્ય પર ઓફશોર ટ્રફ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમની સીધી અસરને કારણે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતના 172 તાલુકામાં વરસાદ,  આ વિસ્તારોમાં 12-12 ઇંચ વરસાદથી જળબંબાકાર

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ વરસ્યો છે. બે તાલુકામાં 12 ઇંચથી વધારે, બે તાલુકામાં 10 ઇંચથી વધારે, બે તાલુકામાં 9 ઇંચથી વધારે, એક તાલુકામાં 8 ઇંચથી વધારે, એક તાલુકામાં 7 ઇંચથી વધારે, બે તાલુકામાં 5 ઇંચથી વધારે, એક તાલુકામાં 4 ઇંચથી વધારે, 8 તાલુકામાં 3 ઇંચથી વધારે,  12 તાલુકામાં 2 ઇંચથી વધારે, 36 તાલુકામાં 1 ઇંચથી વધારે તથા 100 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

 

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સૌથી વધુ 12.64 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12.36 ઇંચ વરસાદ પડ્યો હતો. 12 ઇંચથી વધુ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.  કેશોદમાં 10.94 ઇંચ, પાટણ-વેરાવળમાં 10.08 ઇંચ, માળિયા હાટીનામાં 9.13 ઇંચ, માણાવદરમાં 9.06 ઇંચ, કડીમાં 8.86 ઇંચ, જામજોધપુરમાં 7.05 ઇંચ, કોડિનારમાં 5.98 ઇંચ, કુતિયાણામાં 5.79 ઇંચ વરસાદ વરસ્યો હતો.

વિસાવદરમાં 4.06 ઇંચ, વલસાડમાં 3.98 ઇંચ, વંથલીમાં 3.90 ઇંચ, ઓલપાડમાં 3.78 ઇંચ, ઉપલેટામાં 3.58 ઇંચ, ઉમરગાવમાં 3.50 ઇંચ, પારડીમાં 3.39 ઇંચ, તાલાલામાં 3.31 ઇંચ, કપરાડામાં 3.23 ઇંચ, ખેરગામમાં 2.95 ઇંચ, શિનોરમાં 2.95 ઇંચ, વિજાપુરમાં 2.95 ઇંચ, ધોરાજીમાં 2.76 ઇંચ, ચીખલીમાં 2.68 ઇંચ, ગરબાડામાં 2.68 ઇંચ, કુંકાવાવ વડિયામાં 2.60 ઇંચ, ધરમપુરમાં 2.60 ઇંચ, જૂનાગઢમાં 2.48 ઇંચ, વાપીમાં 2.40 ઇંચ, હાંસોટમાં 2.40 ઇંચ, મેંદરડામાં 2.24 ઇંચ, બાયડમાં 2.09 ઇંચ, વાલીયામાં 2.05 ઇંચ, વિજાપુરમાં 2.05, વિરપુરમાં 2.05 ઇંચ વરસાજ પડ્યો હતો.

આજે ક્યાં છે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે દક્ષિણ ગુજરાતના નવસારી, બોઈસર, વાપી અને વલસાડમાં મેઘો મહેરબાન થશે અને અત્યંત ભારે વરસાદ પડી શકે છે. વડોદરા, તાપી, ડાંગ અને ભરૂચ જિલ્લામાં પણ અતિ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ, મધ્ય ગુજરાતના આણંદ, અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને રાજકોટમાં પણ આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.