Mon Sep 07 2026

Logo

ગુજરાતમાં એપ્રિલમાં અષાઢી માહોલ, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં પડ્યો સૌથી વધુ કમોસમી વરસાદ

2026-04-04 08:39:00
Author: Mayur Patel
ગુજરાતમાં એપ્રિલમાં અષાઢી માહોલ, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં પડ્યો સૌથી વધુ કમોસમી વરસાદ

 

અમદાવાદઃ ગુજરાતમાં એપ્રિલમાં અષાઢી માહોલ જામ્યો હોય તેમ વાતાવરણમાં આવેલા પલટાથી સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 28 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે.

ક્યાં કેટલો પડ્યો વરસાદ

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 1.02 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય એક પણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.  ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 0.98 ઇંચ, ભાવનગરમાં 0.67 ઇંચ, ઘોઘામાં 0.63 ઇંચ, ખંભાળીયામાં 0.63 ઇંચ, ઓખામંડળમાં 0.28 ઇંચ, પાટણમાં 0.24 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો હતો.

આ સિવાય મુંદ્રામાં 0.20 ઇંચ, સરસ્વતીમાં 0.20 ઇંચ, દસક્રોઈમાં 0.20 ઇંચ, ગાંધીધામમાં 0.16 ઇંચ, સિદ્ધપુરમાં 0.12 ઇંચ,  તલોદમાં 0.12 ઇંચ, લાલપુરમાં 0.12 ઇંચ, માતરમાં 0.12 ઇંચ, મોડાસામાં 0.12 ઇંચ, મોડાસામાં 0.12 ઇંચ, પાલનપુરમાં 0.08 ઇંચ,ઊંઝામાં 0.08 ઇંચ, દહેગામમાં 0.08 ઇંચ, અમદાવાદ શહેરમાં 0.08 ઇંચ, શિહોરમાં 0.08 ઇંચ, ભાણવાડમાં 0.08 ઇંચ, દાતામાં 0.04 ઇંચ, સતલાસણામાં 0.04 ઇંચ, તાલાલામાં 0.04 ઇંચ, ધનસુરામાં 0.04 ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો હતો.

ગુજરાતમાં આજે ક્યાં છે કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે  ગુજરાતમાં આજે કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ 40 થી 50 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. કચ્છ, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ,ભાવનગર, પાટણ, બનાસકાંઠા, અમરેલી, મહેસાણા, દાહોદ,વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરતમાં આગાહી કરવામાં આવી છે.