Tue Sep 08 2026

Logo

ગુજરાતમાં સારા વરસાદથી જળાશયો છલકાયા, નર્મદા ડેમ 82 ટકા ભરાયો

2026-08-11 22:18:52
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં સારા વરસાદથી જળાશયો છલકાયા, નર્મદા ડેમ 82 ટકા ભરાયો

અમદાવાદઃ રાજ્યમાં સિઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 29.05 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.65 ટકા, પૂર્વ મધ્યમાં 68.10 ટકા, સૌરાષ્ટ્રમાં 54.76 ટકા, દક્ષિણ ગુજરાતમાં 97.36 ટકા વરસાદ નોંધાયો છે. હાલ રાજ્યમાં 25 ડેમ 100 ટકા ભરાયેલા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 82 ટકાથી વધુ સંગ્રહ છે.

નર્મદા ડેમ 82 ટકા ભરાયો 

સરદાર સરોવર નર્મદા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાનો 82.81 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 64.08 ટકા જળસંગ્રહ છે.  રાજ્યમાં 29 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 34 ડેમ 50 થી 70 ટકા વચ્ચે, 47 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. જ્યારે 71 ડેમમાં 25 ટકાથી પણ ઓછો જળ સંગ્રહ છે.  રાજ્યમાં 5 ડેમ એલર્ટ રાખવામાં આવ્યા છે ને 10 ડેમ વોર્નિંગ પર છે.

મહુવાનો માલણ અને પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક 

રાજુલાનો ધાતરવાડી, સાવરકુંડલાનો સુરજવાડી, રાજુલાનો ધાતરવાડી-2, નેત્રંગનો પિંગુટ, ઝઘડીયાનો ધોળી, નેત્રંગનો બલદવા, તળાજાનો પીંગળી, મહુવાનો રોજકી, પાલિતાણાનો ખારો, મહુવાનો માલણ, પાલિતાણાનો શેત્રુંજી, પાલિતાણાનો હાણોલ, રાપરને ફતેહગઢ, હળવદનો બ્રહ્માણી, સાગબારાનો ચોપડવાવ, સાગરબારાનો કાકડીઆંબા, વાસંદાનો કેલિયા, વાંસદાનો જૂજ, 

રાજકોટનો લાલપરી અને માંડવીના લખીગામ ડેમમાં પાણીની આવક 

રાજકોટનો લાલપરી, માંડવીનો લખીગામ, ચુડાનો વાંસલ, વઢવાણનો ધોળીધજા, મૂળીનો નાયકા, ચોટીલાનો ત્રિવેણી ઠાંગા, સોનગઢનો ડોસવાડા ડેમ છલકાઈ ગયા છે.