નવી દિલ્હીઃ આગામી 15મી ઑક્ટોબરથી અમલી બનનારા યુપીઆઈ પરનાં પ્રસ્તાવિત ચાર્જ સરકારે પાછાં ખેંચવા જોઈએ અને ડિજિટલ ધોરણે થતા મર્ચન્ટ અને ગ્રાહકોનાં પેમેન્ટ નિઃશુલ્ક રાખવા જોઈએ, એમ આર્થિક થિન્ક ટૅન્ક જીટીઆરઆઈ (ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટીવે ગત ગુરુવારે જણાવ્યું હતું.
આ પગલાંથી વેપારી-મર્ચન્ટ શક્ય છે કે ભાવમાં વધારો કરે, નાના વેપારીઓના રળતરમાં ઘટાડો થાય અને ઘરગથ્થુ ચીજોની માગમાં ઘટાડો પણ થઈ શકે છે. વધુમાં આ ચાર્જથી શક્ય છે કે ભાવ સંબંધિત લાભો ઘટવાથી યુએસ કાર્ડ નેટવર્ક અને અન્ય પેમેન્ટ પ્લેટફોર્મ્સને ફાયદો થશે, એમ જણાવતા જીટીઆરઆઆઈએ ઉમેર્યું હતું કે એક સ્વતંત્ર ઑડિટ દ્વારા યુપીઆઈનાં સંચાલનના વાસ્તવિક ખર્ચ નક્કી કરીને તેને જાહેર કરવા જોઈએ અને સરકારે પ્રસ્તાવિત યુપીઆઈ ચાર્જ જે આગામી 15મી ઑક્ટોબરથી અમલી થનાર છે તે પાછાં ખેંચવા જોઈએ અને મર્ચન્ટ્સ તથા ગ્રાહકો માટે નિઃશુલ્ક રાખવા જોઈએ, એમ જીટીઆરઆઈનાં સ્થાપક અજય શ્રીવાસ્તવાએ જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે અંદાજે છ વર્ષ સુધી સંપૂર્ણપણે નિઃશુલ્ક ધોરણે થતાં યુપીઆઈ મારફતે થતાં પેમેન્ટનો અંત લાવી સરકારે આગામી 15મી ઑક્ટોબરથી રૂ. 2000થી વધુ મૂલ્યના મર્ચન્ટ પેમેન્ટ સામે 0.4 ટકા ફી નિર્ધારિત કરી છે. જોકે, સામાન્ય વ્યક્તિથી વ્યક્તિથી થતાં વ્યવહારો અને નાના પેમેન્ટ્સને કોઈપણ પ્રકારનાં શુલ્કમાંથી સ્પષ્ટપણે મુક્તિ આપવામાં આવી છે.
વધુમાં શ્રીવસસ્તવાએ જણાવ્યું હતું કે જ્યારે ગ્રાહકો યુપીઆઈનો ઉપયોગ કરે છે ત્યારે એપ્લિકેશનને ગ્રાહકનાં ડેટાનો ખર્ચ થવાની સાથે બૅન્કોનાં એટીએમનાં રોકડ સંચાલન અને શાખાઓ ચલાવવામાં બચત કરે છે અને પંચાવન કરોડથી વધુ ભારતીયો સેવા આપતા બજારમાં લોન, વીમા અને મ્યુચ્યુઅલ ફંડ વેચવાની તકો મેળવે છે. સાથે સરકારને વ્યાપક ડિજિટલ ચુકવણીઓ અને આર્થિક વ્યવહારોની જાણ પણ થાય છે.
આ લાભોને ધ્યાનમાં લેતા જો આ સંસ્થાઓ સિસ્ટમને ભંડોળ પૂરું પાડે છે તો આ યંત્રણા મફત રહી શકે છે અને કાર્ડસની સરખામણનીનાં લાભો અથવા તો ફાયદાઓ જાળવી શકે છે. વેપારીઓ પર ચાર્જ લગાવવાથી તે લાભો ઘટે છે અને ચુકવણી માટેના અન્ય સ્પર્ધાત્મક પ્લેટફોર્મ માટે તક ઊભી થાય છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ફોન પે અને ગુગલ પે જે એક સાથે 80 ટકાથી વધુ યુપીઆઈ વ્યવહારોનું સંચાલન કરે છે, જો ફ્રી શેરિંગ તેને પૂરી પાડવામાં આવે તો મર્ચન્ટ ફીનો હિસ્સો મેળવી શકાય. તેમના બજાર પ્રભુત્વથી તેમને આવી કમાણી મોટો સંભવિત આધાર મળશે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે જો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન તેના ભાવના લાભ ગુમાવશે તો વિઝા અને માસ્ટરકાર્ડને તેનો ફાયદો થઈ શકે છે.
Chat GPT Image