અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં ગુજરાતનો છ રનથી પરાજય થયો હતો. રાજસ્થાન માટે છેલ્લી ઓવર નાંખવા આવેલા તુષાર દેશપાંડેએ 11 રન થવા દીધા નહોતા. રોમાંચક મેચમાં તુષાર દેશપાંડે છેલ્લી ઓવર નહોતો નાંવાનો પરંતુ કેપ્ટન રિયાન પરાગનો પ્લાન અલગ જ હતો. રિયાન પરાગે મેચ બાદ ખુલાસો કર્યો કે, 20મી ઓવર જોફ્રા આર્ચર પાસે ફેંકાવા માંગતો હતો પરંતુ ધ્રુવ જુરેલના કહેવા પર તેણે નિર્ણય બદલ્યો હતો.
મેચ બાદ પરાગે કહ્યું, 19મી અને 20મી ઓવર ફેંકવાના વિકલ્પ પર હું વિચારતો હતો. હું ઓર્ડર બદલવા માંગતો હતો પરંતુ જુરેલે 19મી ઓવર જોફ્રાને આપવા કહ્યું. તેનો પ્લાન હતો કે અહીંયા ત્રણ બોલનો ફર્ક છે. 12 બોલમાં 15 રન કરવાના હતા. એક ચાન્સ લેવા માંગતો હતો. તેની સલાહ પર મેં આમ કર્યું.
આ ઉપરાંત તેણે કહ્યું, અમે ધ્રુવ જુરેલની ટેલેન્ટને ન્યાય આપ્યો નથી. છ અને સાત નંબર પર મુશ્કેલ કામ છે. પરંતુ અમે જોયું કે ત્રીજા નંબર પર મોકો આપ્યો તો શાનદાર બેટિંગ કરી. અમને આશા છે કે આ શરૂઆત છે અને તે આગળ જઈને 700-800 રન બનાવશે અને અમને ચેમ્પિયન બનાવશે.
Gujarat Titans already lost the match when Shahrukh Khan got run-out, but brilliant batting from Kagiso Rabada and Rashid Khan took GT close to the target 👏
— Ajay Jadeja (@AjayJadeja171) April 4, 2026
But, Jofra Archer and Tushar Deshpande had different plans in the last 2 overs 🔥#GTvsRR pic.twitter.com/aWp7Evoevv
મેચમાં રાજસ્થાને ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો હતો. જાયસ્વાલ અને સૂર્યવંશીએ 70 રનની પાર્ટનરશિપ કરી હતી. ધ્રુવ જુરેલે 75 રનની ઈનિંગ રમી હતી. જેના કારણે રાજસ્થાને 210 રનનો સ્કોર બનાવ્યો હતો. 211 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાન પર ઉતરેલી ગુજરાત ટાઈટન્સે 18મી ઓવર સુધીમાં 196 રન બનાવી લીધા હતા. 12 બોલમાં માત્ર 15 રન બનાવવાના હતા. રાશિદ ખાન અને રબાડા સેટ થઈ ચુક્યા હતા. જોફ્રા આર્ચરે 19મી ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. અંતિમ ઓવરમાં તુષાર દેશપાંડેએ 11 રન કરવા દીધા નહોતા. પ્રથમ બોલ વાઈડ અને પછી ત્રણ સિંગલ રન આપ્યા હતા. ચોથો ડોટ બોલ ફેંક્યો. આ સ્થિતિમાં બે બોલમાં 7 રન કરવાના હતા. પાંચમા બોલ પર દેશપાંડેએ રાશિદ ખાનને આઉટ કર્યો હતો. અંતિમ બોલ પર અશોક શર્મા કોઈ રન બનાવી શક્યો નહોતો.