નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઓટીટી પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પર શૅર થતા વિડિયો કોન્ટેટને લઈને કડક વલણ અપનાવ્યું છે. કેટલીક ફિલ્મો અને વેબસિરિઝી સામે આંખ લાલ કર્યા બાદ દરેક કોન્ટેટ સામે એક જ સરખા નિયમો અને પોલિસી લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે પગલાં લીધા છે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ડિજિટલ પ્લેટફોર્મ પર કાયદાનું પાલન ન કરનારા સામે કાયદેસરના પગલાં લેવાશે.

કોન્ટેટ ડિલિટ કરવું પડશે
નિયમોનું પાલન નહીં કરનારાઓના કોન્ટેટને ડિલિટ કરવું પડશે. તમામ ઓટીટી અને સોશિયલ મીડિયા એપ્લિકેશને IT રૂલ્સ 2021નું પાલન કરવું પડશે. આ જાણકારી કેન્દ્રના સૂચના તથા પ્રસારણ મંત્રી ડૉ.એલ. મુરગને રાજ્યસભામાં પૂછવામાં આવેલા સવાલ સામે આપી હતી. મંત્રીએ કહ્યું કે, દેશમાં ચાલી રહેલા કોન્ટેટ અને ખાસ તો ઓટીટી પ્લેટફોર્મ-સોશિયલ મીડિયા કંપનીઓએ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.

મનફાવે એવું કોન્ટેટ નહીં પીરસી શકાય
કોઈ પણ પ્લેટફોર્મ મનફાવે એવું કોન્ટેટ બતાવી શકશે નહીં. જે પ્લેટફોર્મ કાયદાનું પાલન નહીં કરે એના પર કાયદેસરની બ્રેક મારી દેવાશે. એ કોન્ટેટ ઈન્ટરનેટ પર લોડ થશે નહીં. ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ, વેબ સિરીઝ, વિડિયો અથવા અન્ય કોઈ કોન્ટેટમાં મનફાવે એવું પીરસી શકાશે નહીં. એવા કોઈ કોન્ટેટને ચલાવી લેવામાં નહીં આવે જેમાં દેશના કાયદાનું પાલન ન થતું હોય. આ નિયમ જે તે સોશિયલ મીડિયા કંપનીને પણ લાગુ પડે છે. એમના પ્લેટફોર્મ પર આ પ્રકારના કોઈ કોન્ટેટ દેખાશે કે સરકારના નજરે ચડશે તો તાત્કાલિક ધોરણે ડિલિટ કરવા પડશે.
કંપનીઓ પણ ધ્યાન રાખે
સોશિયલ મીડિયા કંપનીઓ પણ આ પ્રકારના કોન્ટેટને રન કરવા માટેની મંજૂરી ન આપે. ફોટો કે વિડિયોને શૅર ન કરે. ડ્યૂ ડિલિજન્સ એટલે કે યોગ્ય રીતે સાવધાની રાખવાની જરૂર છે. કોઈ પ્લેટફોર્મ પર નિયમનું પાલન ન થાય એવું કોન્ટેટ દેખાશે તો નિયમ અનુસાર પગલાં લેવાશે. જે તે કંપની સામે પણ કેસ ચલાવાશે. કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મ એ માત્ર ફોટો કે વિડિયો માટેના કોન્ટેટનું માધ્યમ નથી. જે તે પ્લેટફોર્મે નક્કી કરવું પડશે કે, તેઓ કોઈ ગેરકાયદે પ્રવૃતિઓ કરતા નથી અને તે પ્રકારના કોઈ કોન્ટેટને પ્રમોટ કરતા નથી. સમર્થન કરતા નથી કરતા. આવી કોઈ ફરિયાદ આવે તે એની સામે તાત્કાલિક ધોરણે કામગીરી કરવી પડશે. એ પણ નિયમઅનુસાર.
સરકાર લેશે ગંભીર નોંધ
દેશમાં રન થતા તમામ પ્રકારના ડિજિટલ પ્લેટફોર્મે ભારતના હાલના કાયદા અને નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું પડશે. ડિજિટલ સ્પેસ સિક્યોરિટી, જવાબદારી અને કાયદાના દાયરામાં રહીને કામ કરવાનું રહેશે. આનાથી લોકોને પણ જે તે કોન્ટેટને લઈને સુરક્ષા મળી રહેશે. સરકાર આ પ્રકારના કોન્ટેટ અને નિયમોને લઈને ખૂબ ગંભીર છે, હકીકત એ પણ છે કે, સોશિયલ મીડિયા કંપનીઓને સરકારે ઘણીવાર નોટિસ ફટકારી છે.